Breaking News : રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ ત્રણ ગણા થયા
ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. એટલુ જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. રાજકોટમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત થયુ છે.

ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. એટલુ જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. રાજકોટમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત થયુ છે.
કોરોનાથી એકનું મોત
રાજકોટમાં કોરોનાનો કહેર ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે. શહેરમાં આજે કોરોના વાયરસના કારણે પ્રથમ મોત થયાનું સામે આવ્યુ છે. 55 વર્ષીય આધેડે શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી અનુસાર, તેમને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા અને ગઇકાલે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં કોરોનાના કેસ
આમ, રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 114 પર પહોંચી છે. આજે નવા 9 કેસોની નોંધ કરવામાં આવી છે. કોરોના સામેની લડતમાં અત્યાર સુધી 61 દર્દીઓ સાજા થયા છે, જ્યારે હાલ 53 દર્દીઓ સારવાર હેઠળ છે.
ગુજરાતમાં કોરોનાના કેસ એક હજારને પાર
રાજ્યસ્તરે જોવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંકડો 1109 સુધી પહોંચી ગયો છે. માત્ર એક જ દિવસે 235 નવા કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કેસ ત્રણગણા થયા છે. એક્ટિવ કેસનો આંક હવે એક હજારને પાર પહોંચી ગયો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે નવા વેરિયન્ટ NB.1.8.1, જેને WHOએ ‘વેરિયન્ટ અંડર મોનિટરિંગ’ જાહેર કર્યું છે, અને રસીની ઘટતી ઇમ્યુનિટી આ વધારાનું કારણ હોઈ શકે છે. મોટાભાગના મોત એવા દર્દીઓમાં થયા છે જેમને પહેલેથી જ ગંભીર બીમારીઓ હતી.
મહત્વનું છે કે કેસ વધવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એલર્ટ જાહેર કર્યું છે. દેશભરની હોસ્પિટલોમાં મૉક ડ્રિલ ચાલી રહ્યા છે, જેથી ઓક્સિજન, બેડ અને વેન્ટિલેટરની ઉપલબ્ધતા ચકાસી શકાય. દિલ્લીમાં 73 નવા કેસ નોંધાયા, જ્યારે મહારાષ્ટ્રમાં પુણે અને મુંબઈમાં કેસ વધ્યા. સામાન્ય લોકો પર પણ અસર દેખાઈ રહી છે – ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ પર, જેઓ માસ્ક અને સાવચેતીના નિયમોનું પાલન કરી રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે લોકોને રસીનો બૂસ્ટર ડોઝ લેવા અને ભીડવાળી જગ્યાઓએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.
આમ, દેશમાં કોરોનાના વધતા કેસે ફરી એકવાર ચેતવણી આપી છે કે આપણે સાવચેત રહેવું પડશે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ આપણે પણ માસ્ક, સેનિટાઈઝર અને રસીકરણને ભૂલવું ન જોઈએ. કેમકે બેદરકારીની અસર આખરે તો પણ આપણને જ થવાની છે.
કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. હવે ફરી વિદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..