Breaking News : રાહુલ ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ થયુ રદ, હવે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે રાહુલ ગાંધી

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે.

Breaking News : રાહુલ ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ થયુ રદ, હવે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે રાહુલ ગાંધી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 11:49 AM

રાહુલ ગાંધીને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે. ત્યારે હવે સજા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. તેઓ દોષ સિદ્ધિ પર રોક લગાવવાની માગ સાથે પણ સુપ્રીમમાં જઇ શકે છે.

તો રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે 5 કલાકે દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ હાજર રહેશે.

કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે રોષ

બીજી તરફ રાહુલ ગાંધીનું લોકસભામાં સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થતા કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. એક પછી એક કોંગ્રેસ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યુ છે કે,  તેઓએ (ભાજપ) રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવાના તમામ પ્રયાસો કર્યા. જે  સત્ય બોલે છે તેમને તેઓ રાખવા નથી માંગતા, પરંતુ અમે સત્ય બોલતા રહીશું. અમે જેપીસીની માંગણી કરવાનું ચાલુ રાખીશું, જો જરૂર પડશે તો લોકશાહી બચાવવા અમે જેલમાં જઈશું.

શશી થરુરનું ટ્વીટ

રાહુલ ગાંધીનું સાંસદ પદ કયા અધિનિયમ હેઠળ રદ થયુ ?

રાહુલ ગાંધી હવેથી લોકસભામાં બેસી નહીં શકે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે. જો કે હવે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) મુજબ, જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેને દોષિત ઠેરવ્યાની તારીખથી વધુ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જોગવાઈ છે કે જો કોઈ ધારાસભ્ય કે સાંસદ હોય તો તે દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે, તેણે પોતાના ધારાસભ્ય કે સાંસદ પદ છોડવું પડે.

રાહુલ ગાંધીને થઇ છે બે વર્ષની સજા

માનહાની કેસમાં લોકસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દોષિત જાહેર થયા છે. ત્યારબાદ હવે તેમનું લોકસભાનું સભ્યપદ રદ થયુ છે. ગઇકાલે  IPCની કલમ હેઠળ મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા હતા. ગઇકાલે સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન  એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થઇ ગયા હતા.  બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા. રાહુલ ગાંધીને અપીલ કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઇ ?

જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">