AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking News : રાજકોટના 50થી વધારે સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા, 15 સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ

રાજકોટ શહેરમાં વિવિધ જગ્યા પર આવેલા સ્પામાં પોલીસે તવાઈ બોલાવી છે. રાજકોટ પોલીસે શહેરના 50 થી વધારે સ્પામાં દરોડા પાડ્યા છે. જેમાં 15 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગ કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો સ્પા સંચાલકોએ રજિસ્ટ્રેશન ન કરાવતા કાર્યવાહી કરવામાં આવી છે. તો સ્પામાં નાગાલેન્ડ, અમદાવાદ, દિલ્લી, મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપિસ્ટ કામ કરે છે.

Rajkot Breaking News : રાજકોટના 50થી વધારે સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા, 15 સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ
Rajkot
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 20, 2023 | 10:21 AM
Share

Rajkot : રાજ્યમાં ક્યાંય પણ સ્પાની આડમાં ગોરખ ધંધા ન ચાલવા જોઈએ.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આવા કડક આદેશ બાદ રાજ્યની પોલીસ દોડતી થઈ છે. રાજકોટ શહેરમાં વિવિધ જગ્યા પર આવેલા સ્પામાં પોલીસે તવાઈ બોલાવી છે. જુદા-જુદા શહેરોની પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની જુદી-જુદી ટીમોએ રાજ્યમાં ઠેર-ઠેર દરોડા પાડ્યા છે.

આ પણ વાંચો : Rajkot News : નાની લાખાવડ ગામે બંધ મકાનમાં થયો બ્લાસ્ટ, મકાનની દિવાલો ધરાશાયી, જુઓ Video

રાજકોટ પોલીસે શહેરના 50 થી વધારે સ્પામાં દરોડા પાડ્યા છે. જેમાં 15 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગ કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો સ્પા સંચાલકોએ રજિસ્ટ્રેશન ન કરાવતા કાર્યવાહી કરવામાં આવી છે. તો સ્પામાં નાગાલેન્ડ, અમદાવાદ, દિલ્લી, મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપિસ્ટ કામ કરે છે.

રાજકોટ સહિતના મહાનગરોના સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા

તો પોલીસ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છના ગાંધીધામ સહિતના સ્થળો પર પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે ગેરકાયદે ધમધમતા સ્પા પર સપાટો બોલાવીને કાર્યવાહી કરી છે. પોલીસ પ્રમાણે, અમદાવાદ અમદાવાદ શહેરના 350થી વધુ સ્પા-મસાજ પાર્લરમાં તપાસ કરવામાં આવી. જેમાં જાહેરનામા ભંગની 9 ફરિયાદ નોંધીને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ફક્ત રાજકોટમાં જ નહીં, સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતના શહેરોમાં પણ પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં 70 સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી 50 સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં 50થી વધુ સ્પા-મસાજ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી 13 સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ તરફ વડોદરામાં 20થી વધુ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી 2 સામે કાર્યવાહી કરાઈ છે.હિંમતનગરમાં 3 સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા છે. કચ્છના ગાંધીધામમાં પોલીસની 19 ટીમોનએ 29 સ્પામાં ચેકિંગ કર્યું. જેમાં આદિપુરના લવિસ સ્પામાંથી દેહવિક્રય પ્રવૃત્તિ પકડાતાં કાર્યવાહી કરાઈ છે.

( વીથ ઈનપુટ : વડોદરાથી યુનુઝ ગાઝી, સુરતથી બળદેવ સુથાર ) 

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">