AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલ પકડાઈ, ઉજવણીમાં દારૂ-હુક્કા! જુઓ Video

સાણંદના નિર્માણ ગ્રીન બંગલોઝમાં લાઈટ્સ ઝગમગતી હતી, સંગીત ધીમે ધીમે વધતું જતું. અંદર હસતા ચહેરા, ઊંચા ગ્લાસ અને ઉજવણીનો માહોલ… લગ્નના 25 વર્ષ પૂરાં થવાનો જશ્ન ચાલી રહ્યો હતો. અચાનક… બહાર એક ગાડી થંભી. ત્યારે જ બહારથી એક અવાજ સંભળાયો, પોલીસે દરવાજો ખોલો! પછી...

Breaking News : અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલ પકડાઈ, ઉજવણીમાં દારૂ-હુક્કા! જુઓ Video
breaking news police raid illegal alcohol party during wedding function in sanand
| Updated on: Feb 05, 2026 | 9:15 AM
Share

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા નિર્માણ ગ્રીન બંગલોઝમાં મોડી રાત સુધી ચાલતી એક ભવ્ય પાર્ટી પર પોલીસએ અચાનક દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લગ્નના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કરવામાં આવેલી આ ખાનગી પાર્ટી, દારૂ અને હુક્કાની મહેફિલમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ત્યાંથી દારૂની બોટલો, હુક્કા સહિતના સાધનો તેમજ લક્ઝુરીયસ કારો જપ્ત કરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, બંગલોઝમાં DJ મ્યુઝિક, લાઇટિંગ અને ફૂડ કાઉન્ટર સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બહારથી જોતા આ માત્ર એક પરિવારિક ઉજવણી લાગી રહી હતી, પરંતુ અંદર ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓએ કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કુલ 81 લોકોની અટકાયત કરી હતી, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી જવા દેવાઈ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટીમાં હાજર કેટલાક મહેમાનો શહેરના પ્રતિષ્ઠિત વર્ગ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. જપ્ત કરાયેલી લક્ઝુરી કારો પરથી આ પાર્ટીનું સ્તર અને ખર્ચાનો અંદાજ લગાવી શકાય છે. સાણંદ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના ફરી એકવાર બતાવે છે કે કાયદાની નજરથી બચી શકાય નહીં, ભલે ઉજવણી કેટલી પણ ભવ્ય કેમ ન હોય. ખાનગી પાર્ટીના નામે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવી સમાજ અને કાયદા બંને માટે ચિંતાજનક બાબત છે.

Input Credit : Harin Matravadia

રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">