Breaking News : વડોદરામાં 10 દિવસ સુધી નહીં મળે પાણીપુરી ! VMCએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

વડોદરાવાસીઓને 10 દિવસ સુધી પાણીપુરીનો સ્વાદ માણવા નહીં મળે. વડોદરા મહાનગરપાલિકાએ પાણીપુરી વેચનારા લોકોને 10 દિવસ સુધી પાણીપુરી ન વેચવા માટે સૂચના આપી દીધી છે. જો કોઇ પાણીપુરી વેચશે તો કોર્પોરેશન દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

Breaking News : વડોદરામાં 10 દિવસ સુધી નહીં મળે પાણીપુરી ! VMCએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 2:07 PM

Vadodara : વડોદરામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાવાસીઓને 10 દિવસ સુધી પાણીપુરીનો સ્વાદ માણવા નહીં મળે. વડોદરા મહાનગરપાલિકાએ (Vadodara Municipality) પાણીપુરી વેચનારા લોકોને 10 દિવસ સુધી પાણીપુરી ન વેચવા માટે સૂચના આપી દીધી છે. જો કોઇ પાણીપુરી વેચશે તો કોર્પોરેશન દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો-Breaking News: કોંગ્રેસ વડાપ્રધાન પદની રેસમાં નથી, વિપક્ષની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન

વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે ખાસ ડ્રાઇવ

વડોદરામાં ગઇકાલથી કોર્પોરેશન દ્વારા ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. વડોદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેના પગલે કોર્પોરેશને થોડા દિવસ શહેરમાં પાણીપુરીનું વેચાણ બંધ કરાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ મામલે મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરે નિવેદન આપ્યુ છે કે પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવશે તો આ ડ્રાઇવ બંધ કરવામાં આવશે. ગઈકાલથી શરૂ થયેલી આરોગ્ય વિભાગની તપાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ દ્વારા દરરોજ ડ્રાઇવ ચલાવવામાં આવશે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

ગઇકાલે ચેકિંગ દરમિયાન અખાદ્ય વસ્તુઓ પકડાઇ હતી

ગઇકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં પાણી પુરી બનાવતા સ્થળો પર દરોડા પાડીને ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેકિંગ કરી રહેલી ટીમને બિન આરોગ્યપ્રદ ચીજોનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ હતુ. અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ કે પાણીપુરી બનાવવા માટે અખાદ્ય પ્રકારની સામગ્રીનો ઉપયોગ થઇ રહ્યો છે. વાઘોડિયા રોડ પર આવેલા કેટલાક સ્થળે દરોડો પાડતા સડેલા બટાકા જોવા મળ્યા હતા. જેનો તરત જ નાશ કરી દેવામાં આવ્યો હતો.

ચાર ટીમ બનાવી સમગ્ર શહેરમાં કરવામાં આવી રહી છે કાર્યવાહી

ગઇકાલે પાણીપુરી વેચનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. વડોદરા શહેરમાં દરોડા પાડવા દરમિયાન પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યાંથી પાણી સહિત બટાકા અને અન્ય ચીજોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો થવાની સંભાવનાઓને લઈ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ચાર જેટલી ટીમો બનાવીને ચકાસણી કરવામાં આવી રહી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">