Special Edition: દિવાળી પહેલા આ 5 કારની આવી સ્પેશિયલ એડિશનમાં, ખરીદી પર મળશે હજારોનું ડિસ્કાઉન્ટ

લોકો ધનતેરસ અને દિવાળી પર નવી કાર ખરીદવાનું પસંદ કરે છે. જો તમે પણ આ દિવાળીમાં નવી કાર ખરીદવા માંગતા હોવ તો કેટલીક કારની સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવ્યા છે. આમાંની કેટલીક સ્પેશિયલ એડિશન કાર પર તમને હજારો રૂપિયાનો ફાયદો પણ મળશે. અહીં તમે તાજેતરમાં લોન્ચ થયેલી 5 સ્પેશિયલ એડિશન કાર વિશે જાણી શકો છો.

Special Edition: દિવાળી પહેલા આ 5 કારની આવી સ્પેશિયલ એડિશનમાં, ખરીદી પર મળશે હજારોનું ડિસ્કાઉન્ટ
Follow Us:
| Updated on: Oct 22, 2024 | 10:16 PM

દિવાળીનો તહેવાર નજીક છે અને જો તમે આ અવસર પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘણી બધી કારની સ્પેશિયલ એડિશન તમારી રાહ જોઈ રહી છે. આ દિવાળીએ ઘણી કાર કંપનીઓએ પોતાની કારની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. આ કાર્સ પર તમને હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. કેટલીક સ્પેશિયલ એડિશન કારને નવા એક્સેસરીઝ પેકેજ સાથે રજૂ કરવામાં આવી છે. આ તમારી કારને વધુ આકર્ષક બનાવશે.

આ 5 કારનું સ્પેશિયલ એડિશન

જો તમે ધનતેરસ અથવા દિવાળી પર નવી કાર ખરીદવા માંગો છો, તો સ્પેશિયલ એડિશન કાર એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. હાલમાં જ આ પાંચ કારની સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવી છે.

Toyota Glanza Festival Edition: આ સ્પેશિયલ કાર એડિશન પર રૂ. 20,567નું એક્સેસરીઝ પેકેજ ફ્રી આપવામાં આવી રહ્યું છે. તમે 31મી ઓક્ટોબર 2024 સુધી આ ઑફરનો લાભ લઈ શકો છો. આ પેકેજમાં, ક્રોમ ગાર્નિશ પાછળના બમ્પર, ફેન્ડર, રિયર રિફ્લેક્ટર અને વેલકમ ડોર લેમ્પ પર ઉપલબ્ધ હશે. આ સિવાય કારમાં બ્લેક અને સિલ્વર રંગના ડોર વિઝર અને નેક કુશન પણ મળશે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

Mahindra Scorpio Classic Boss Edition: મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક બોસ એડિશન પાછળના ગાર્ડ, રેઈન વિઝર્સ, કાર્બન ફાઈબર કવર અને ફ્રન્ટ બમ્પર પર એડ-ઑન્સ સાથે ફીટ કરવામાં આવી છે. આ સિવાય કારમાં રિયર-વ્યૂ મિરર પણ મળશે. કારમાં બ્લેક થીમ આધારિત અપહોલ્સ્ટ્રી પણ આપવામાં આવી છે. તેને ડીલરશીપ સ્તરે એસેસરીઝ પેકેજ સાથે રજૂ કરવામાં આવ્યું છે.

Maruti Suzuki Baleno Regal Edition: મારુતિ સુઝુકી બલેનો રીગલ એડિશનમાં ગ્રિલ અપર ગાર્નિશ, ફ્રન્ટ અંડરબોડી સ્પોઈલર, ફોગ લેમ્પ ગાર્નિશ, રીઅર અંડરબોડી સ્પોઈલર, બેક ડોર ગાર્નિશ, બોડી-સાઇડ મોલ્ડિંગ અને ડોર વિઝર્સ જેવી સુવિધાઓ છે. કારની અંદર નવા સીટ કવર્સ, ઈન્ટીરીયર સ્ટાઈલીંગ કીટ, વિન્ડો કર્ટેન્સ અને ઓલ-વેધર 3D ફ્લોર મેટ્સ પણ ઉપલબ્ધ હશે. તેના એક્સેસરીઝ પેકેજની કિંમત 45,820 રૂપિયાથી 60,199 રૂપિયા સુધીની છે.

Toyota Rumion Festival Edition: Toyota Rumion ફેસ્ટિવલ એડિશનમાં રૂ. 20,608 નું એક્સેસરીઝ પેકેજ ઓફર કરવામાં આવી રહ્યું છે. તમે આ પેકેજ 31મી ઓક્ટોબર 2024 સુધી ફ્રીમાં લઈ શકો છો. બેક ડોર ગાર્નિશ, મડ ફ્લેપ્સ, રીઅર બમ્પર ગાર્નિશ અને ડીલક્સ કાર્પેટ મેટ્સ પેકેજ હેઠળ ઉપલબ્ધ હશે. આ સિવાય કારમાં હેડલેમ્પ ગાર્નિશ, નંબર પ્લેટ ગાર્નિશ, ક્રોમ ડોર વિઝર્સ, રૂફ એજ સ્પોઈલર અને બોડી સાઇડ મોલ્ડિંગ જેવા ફીચર્સ મળશે.

Maruti Suzuki Swift Blitz Edition: મારુતિ સુઝુકી સ્વિફ્ટ બ્લિટ્ઝમાં રૂ. 39,500 થી રૂ. 49,848 સુધીની એક્સેસરીઝ મફતમાં આપવામાં આવી રહી છે. તેમાં રીઅર અંડરબોડી સ્પોઈલર, બુટ પર સ્પોઈલર, એલઈડી ફોગ લેમ્પ્સ, ગ્રિલ ગાર્નિશ, ઈલુમિનેટેડ ડોર સીલ્સ, ડોર વિઝર્સ અને સાઇડ મોલ્ડિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. કારની અંદર નવા સીટ કવર પણ મળશે.

આ તમામ સ્પેશિયલ એડિશન કાર દિવાળી પહેલા લોન્ચ કરવામાં આવી છે. સ્પેશિયલ એડિશન માત્ર મર્યાદિત સમય માટે વેચાણ માટે ઉપલબ્ધ છે. એસેસરીઝ પેકેજનો લાભ પણ મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: રોકાણકારો ધોવાયા ! 3200 રૂપિયા તૂટ્યો આ શેર, એક જ દિવસમાં મોટો ઘટાડો, કંપનીએ આપી મોટી ડીલ વિશે માહિતી

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">