22 October  2024

Photo : Instagram

 શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?

સ્વસ્થ રહેવા માટે શરીરમાં તમામ પોષક તત્વોનું પૂરતું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે. તેમની ઉણપને કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શરીરમાં આયર્નની ઉણપને કારણે નખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમ કે નખ નબળા, પાતળા અને પીળા પડવા.

જીભ પર સોજો આવવો એ પણ આયર્નની ઉણપના લક્ષણોમાંનું એક છે. ઘણા કિસ્સાઓમાં આયર્નની ઉણપને કારણે જીભ પણ પીળી પડી જાય છે.

જો શરીરમાં વધુ પડતો થાક અને નબળાઈ લાગે તો આયર્નની ઉણપ પણ થઈ શકે છે. આ માટે આયર્ન સપ્લીમેન્ટ્સ અને આયર્ન યુક્ત ખોરાક લો.

આયર્નની ઉણપથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ નબળી પડી શકે છે, તમે વારંવાર બીમાર પડો છો.

મોઢામાં વારંવાર છાલા પડવા આયર્નની ઉણપના સંકેત છે. આનાથી રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ પણ થઈ શકે છે.

શરીરમાં આયર્નની ઉણપથી પીડાતા એનિમિયાના દર્દીને અમુક વસ્તુઓની ક્રેવિંગ થઇ શકે છે, જેમ કે માટી, ચાક, કાચા ચોખા, પેન્સિલની ટીપ અને બરફ.