AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં 18 જિલ્લાઓમાં શરૂ થઈ મોકડ્રીલ, ચેતવણીની વાગી ગઈ સાયરન-Video

મોકડ્રીલ દરમિયાન ઍર સ્ટ્રાઈક/ હવાઈ હુમલાની ચેતવણી દેનારી સાયરન વગાડવામાં આવે છે. કટોકટીની સ્થિતિમાં આ એલાર્મ સિસ્ટમ લોકોને હવાઈ હુમલા માટે સાવચેત કરે છે. જેથી લોકો સલામત સ્થળે પહોંચી જાય.

Breaking News: ગુજરાતમાં 18 જિલ્લાઓમાં શરૂ થઈ મોકડ્રીલ, ચેતવણીની વાગી ગઈ સાયરન-Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2025 | 4:37 PM
Share

રાજ્યના 18 જિલ્લાઓમાં યુદ્ધની મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વની બેઠક ચાલી રહી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મોકડ્રીલ સંદર્ભે ગૃહરાજ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત મુદ્દાઓ અને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુલાકાત કરશે. વિવિધ વિસ્તારમાંથી આવતા ઈનપુટ પર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સિવિલ ડિફેન્સ, મહેસૂલ વિભાગ તથા ગૃહ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. સાંજે સાંજે 7.30 કલાકથી તબક્કાવાર અંધારપટ છવાશે. સાંજે 7.30 થી 8 કલાક સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં બ્લેક આઉટ કરવામાં આવશે. રાત્રે 8 થી 8.30 સુધી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં બ્લેકઆઉટની સ્થિતિ રહેશે.  જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં રાતે 8.30 થી 9 બ્લેકઆઉટ રહેશે.

જુઓ Video

શા માટે કરવામાં આવે છે મોકડ્રીલ ? 

મોકડ્રીલ દરમિયાન ઍર સ્ટ્રાઈક/ હવાઈ હુમલાની ચેતવણી દેનારી સાયરન વગાડવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં આ એલાર્મ સિસ્ટમ લોકોને હવાઈ હુમલા માટે સાવચેત કરે છે. જેથી લોકો સલામત સ્થળે પહોંચી જાય.

નાગરિકો માટે સ્કૂલ, ઓફ્સ અને કોમ્યુનિટી સેન્ટર્સમાં વર્કશોપ આયોજિત કરવામાં આવશે. અહીં શીખવવામાં આવશે કે હુમલા દરમિયાન શું કરવુ. પ્રાથમિક સારવાર આપવી અને તણાવની સ્થિતિમં શાંત રહેવુ, ‘ડ્રોપ એન્ડ કવર’ ટેકનિક, (જમીન પર એકદમ ઝુકીને સંતાઈ જાઓ અને કાન પર હાથ મુકી દો) નજીકના શેલ્ટરની શોધ કરવી.

ટોટલ બ્લેકઆઉટ

દેશમાં અચાનક બ્લેકઆઉટની પ્રેકટિસ કરવામાં આવશે. તેમા વીજળીનો પૂરવઠો બંદ કરી દેવામાં આવશે. પ્રકાશ આપતા તમામ ઉપકરણ બંધ કરી દેવામાં આવશે, જેથી હવાઈ હુમલા દરમિયાન દુશ્મન દેશની નજરથી બચી શકાય. 1971માં બાગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ક્રેશ બ્લેકઆઉટનું મોટા પ્રમાણમાં પાલન કરવામાં આવ્યુ હતુ.

મોકડ્રીલ દરમિયાન શું ધ્યાનમાં રખાશે?

  • મોકડ્રીલમાં ક્યા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવશે?
  • ઍર સ્ટ્રાઈક, હવાઈ હુમલાની ચેતવણી દેનારા સાયરવ વગાડવા
  • હુમલા દરમિયાન નાગરિકોને સ્વબચાવની તાલીમ આપવી
  • મોકડ્રીલ દરમિયાન ટોટલ બ્લેકઆઉટ કરવુ
  • ઍરબસ અને ઓઈલ રિફાઈનરી સહિત મહત્વની ફેક્ટરીઓને હુમલા સમયે છુપાવવી
  • નાગરિકોને સ્થળ છોડી સુરક્ષિત સ્થળે પહોંચાડવાની તાલીમ
  • લોકોની મદદ કરનારી ટીમ, ફાયર ફાઈટર્સ અને રેસ્ક્યુ ઓપરેશન મેનેજમેન્ટ કરવામાં આવશે
  • ઈમરજન્સીમાં કંટ્રોલ રૂમ અને સહાયક કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા
  • ઍર રેડ વોર્નિંગ સિસ્ટમની અલર્ટનેસ ચેક કરવી
  • ઍરફોર્સ સાથે હૉટલાઈન અને રેડિયો કોમ્યુનિકેશનને જોડવુ

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">