AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતીઓને ‘અભણ’ કહેવાના મામલા આખરે મલ્લિકાર્જુન ખડગેએ માગી માફી, જાણો શું કહ્યુ

કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બાદ ભાજપે તેમની સામે કડક વાંધો ઉઠાવ્યો હતો. નિવેદનને લઈને વિવાદ વધતા અંતે ખડગેએ માફી માગી અને સ્પષ્ટતા આપી કે તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

Breaking News : ગુજરાતીઓને 'અભણ' કહેવાના મામલા આખરે મલ્લિકાર્જુન ખડગેએ માગી માફી, જાણો શું કહ્યુ
| Updated on: Apr 08, 2026 | 2:15 PM
Share

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બાદ ભાજપે તેમની સામે કડક વાંધો ઉઠાવ્યો હતો. નિવેદનને લઈને વિવાદ વધતા અંતે ખડગેએ માફી માગી અને સ્પષ્ટતા આપી કે તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

ખડગેએ પોતાના નિવેદન બદલ માગી માફી

ખડગેએ જણાવ્યું કે, “મને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધુ આદર રહ્યો છે અને હંમેશા રહેશે. તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના ભાષણમાંથી કેટલીક વાતોને જાણી જોઈને ગેરઅર્થમાં રજૂ કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી.

ખડગેના નિવેદનથી વકર્યો હતો વિવાદ

આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતા રવિશંકર પ્રસાદ એ પ્રશ્ન ઉઠાવ્યો કે શું રાહુલ ગાંધી ખડગેના નિવેદન સાથે સહમત છે કે નહીં. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી પાસે રાજકીય સમજ હોય તો તેમને આ પ્રકારની ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ અને જાહેરમાં તેની નિંદા કરવી જોઈએ.

“શું રાહુલ આ નિવેદન સાથે સંમત છે?”

રવિશંકર પ્રસાદે ખડગેના પદની મહત્તા પર પણ ભાર મૂકતા જણાવ્યું કે આ પદ પર અગાઉ જવાહરલાલ નેહરુસરદાર વલ્લભભાઈ પટેલડૉ. રાજેન્દ્ર પ્રસાદઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ રહી ચૂક્યા છે. આવા ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને તે નિંદનીય છે.

વિવાદ વધતા ખડગેએ અંતે માફી માંગીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં, આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ટકરાવ તેજ બન્યો છે. ગુજરાતના લોકો વિશેની ટિપ્પણીને લઈને ભાવનાત્મક અને રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેનાથી આવનારા સમયમાં રાજકીય ચર્ચા વધુ ગરમ બનવાની શક્યતા છે.

આ પણ વાંચો- Breaking News : ઢોસાનું ખીરું બન્યું મોતનું કારણ? બાળકીના કપડાં, બેડશીટ, વાસણ અને અન્ય નમૂના લેવામાં આવ્યા, જુઓ વીડિયો

Follow Us
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
g clip-path="url(#clip0_868_265)">