AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢ મકાન ધરાશાયી થવાનો મામલો, ગઈકાલે આત્મહત્યાના પ્રયાસમાં એસિડ પીનાર મહિલાનું સારવાર દરમિયાન મોત

Breaking News : જૂનાગઢ મકાન ધરાશાયી થયેલી દુર્ઘટનામાં કાટમાળ રીક્ષા પર પડતા બે પુત્રો અને પતિનું મોત નિપજ્યું હતુ. તેના આઘાતમાં ગઈકાલે મૃતક સંજય ડાભીના પત્નીએ એસીડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેનું સારવાર દરમિયાન મોત થયુ છે.

Breaking News : જૂનાગઢ મકાન ધરાશાયી થવાનો મામલો, ગઈકાલે આત્મહત્યાના પ્રયાસમાં એસિડ પીનાર મહિલાનું સારવાર દરમિયાન મોત
the woman died during treatment
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 9:12 AM
Share

Breaking News : જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાના કારણે 4 લોકોનાં મોત થયા હોવાની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં રીક્ષામાં મૃતકનો પરિવાર બેસેલો હતો. ત્યારે મકાન ધરાશાયી થતા બધો જ કાટમાળ રીક્ષા પર પડતા બે પુત્રો અને પતિનું મોત નિપજ્યું હતુ. તેના આઘાતમાં ગઈકાલે મૃતક સંજય ડાભીના પત્નીએ એસીડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો : Breaking News : જૂનાગઢ મકાન ધરાશાયી થવાનો મામલો, ગઈકાલે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાનું સારવાર દરમિયાન મોત

મહિલાને તાત્કાલીક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમનું મોડી રાત્રે મોત થયુ છે. મળતી માહિતી અનુસાર ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં કમિશનર અને ટીપીઓ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાતા મહિલાએ પગલું ભર્યું હોવાનું મૃતક મહિલાના ભાઈએ આક્ષેપ કર્યો છે.

શું હતી સંપૂર્ણ ઘટના 

જૂનાગઢમાં વરસાદી આફત વચ્ચે જર્જરીત ઈમારત ધરાશાયી થયાની મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં 4 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 2 બાળકો અને 2 પુરુષો સમાવેશ થયો છે. કડિયાવાડમાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થયુ હતુ. જૂનાગઢના આ વિસ્તારમાં શાક માર્કેટ નજીક હોવાથી કેટલાક લોકો અંદર દટાયા હતા. ઘટનાસ્થળે NDRFની ટીમ, પોલીસ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં આખો પરિવાર પિંખાયો હોવાની ઘટના બની હતી.

રાજ્ય સરકારે તાત્કાલીક 4 લાખની સહાય જાહેર કરી હતી

રિક્ષામાં બેસી પરિવાર શાકભાજી લેવા ગયો હતો અને મકાન ધરાશાયી આખો કાટમાળ રિક્ષા પર પડ્યો હતો. અને પરિવારના 3 લોકોનાં મોત થયા હતા. જેમાં બે પુત્ર સાથે પિતાનું મોત થયું હતુ.  જ્યારે માતા શાક લેવા જતા તે બચી ગયા હતા. તો બીજી તરફ ચા ની લારી પર ઉભેલા એક વ્યક્તિનું પણ મોત થયુ છે. દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરી તાત્કાલીક સહાયની જાહેરાત કરી હતી. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય સરકાર દ્વારા ચુકવવામા આવશે તેવી જાહેરાત કરી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">