Junagadh Rain: જૂનાગઢમાં ભારે વરસાદે સર્જી મુશ્કેલી, મોતીબાગ વિસ્તારોમાં હજી સુધી દુકાનોમાં પાણી
Junagadh Rainfall: જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં બીજા દિવસે પણ પાણી ભરાયેલા રહેવાને લઈ લોકોમાં હાલાકી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ભરાયેલા હોવાને લઈ વેપારીઓ પણ પરેશાન થઈ ચૂક્યા છે.
જૂનાગઢમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈ સ્થાનિકોએ ખૂબ જ હાલાકી ભોગવી છે. જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં બીજા દિવસે પણ પાણી ભરાયેલા રહેવાને લઈ લોકોમાં હાલાકી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ભરાયેલા હોવાને લઈ વેપારીઓ પણ પરેશાન થઈ ચૂક્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલી મોતીબાગ વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પાણી ભરાયેલા છે.
શહેરના અનેક વિસ્તારોમાં ધસમસતા વરસાદી પાણીનો પ્રવાહ રસ્તાઓ પર વહ્યો હતો. વરસાદી પાણીનો નિકાલ રવિવારે પણ થઈ શક્યો નહોતો. કોર્પોરેશન દ્વારા પણ પાણીનો નિકાલ વેપારીઓના દુકાનમાં નહીં કરતા મુશ્કેલી રહી હતી. કેટલાક વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ભરાયેલા રહેતા સ્થાનિકો પરેશાન બન્યા છે.
આ પણ વાંચોઃ Gujarat Rain: ભારે વરસાદમાં પોલીસ જવાનો અને અધિકારીઓની બહાદુરી બદલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos