Breaking News: ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરી કરતી આંતરરાજ્ય ખેકડા ગેંગનો પર્દાફાશ, 4 વિધર્મી આરોપી ઝડપાયા
ભારતભરના મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી કરતી આંતર રાજ્ય "ખેકડા" ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કેબલચોરીનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ ગેંગ દ્વારા મહારાષ્ટ્ર,દિલ્લી,પુના થતા ભારતભરના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરી કરતી હતી. આ ગેંગ મેટ્રો ટ્રેન વાળા શહેરમાં રોકાઈ જતી અને કેબલ ચોરીનું કામ કરતી હતી.

ભારતભરના મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી કરતી આંતર રાજ્ય “ખેકડા” ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કેબલચોરીનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ ગેંગ દ્વારા મહારાષ્ટ્ર,દિલ્લી,પુના થતા ભારતભરના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરી કરતી હતી. આ ગેંગ મેટ્રો ટ્રેન વાળા શહેરમાં રોકાઈ જતી અને કેબલ ચોરીનું કામ કરતી હતી.
ક્રાઈમ બ્રાન્ચે 4 ઇસમોને ઝડપ્યા
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 ઇસમોને ઝડપી પાડયા છે. ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે કેબલ ચોરીના કુલ 35 જેટલા ગુના ડિટેકટ કર્યા છે. ખાસ વાત તો એ કે, આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ છુપાવવા કલોલમાં એક મકાન ભાડે રાખ્યું હતું. કોબા મેટ્રો સ્ટેશન નજીકથી ચોરેલ કેબલની અંદાજીત કિંમત 18 લાખ જેટલી હતી. આ કેબલચોરીને કુલ 13 જેટલા ઈસમોએ અંજામ આપ્યો હતો.
આ આરોપીઓએ ગુજરાત સિવાય દિલ્લી ખાતે મેટ્રોકેબલની 14 અલગ અલગ જગ્યાએ ચોરી કરી છે. આ સિવાય પુના, મહારાષ્ટ્ર ખાતે અલગ અલગ 12 જગ્યાઓ ઉપર અને પનવેલ નવી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે 6 અલગ અલગ જગ્યાઓ ઉપર ચોરી કર્યાની કબૂલાત કરી છે. તદુપરાંત, ભોપાલ અને ઇન્દોરમાં પણ આ વિધર્મીઓએ ગુના આચરેલ છે.
ગાંધીનગર અને અમદાવાદના મેટ્રો સ્ટેશનોમાં પણ હાથ માર્યો
ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનના સ્ટેશનો પરથી કોપર વાયર અને અન્ય વીજતાર સહિતનો સામાન ચોરતી આ આંતરરાજ્ય ગેંગનો છેવટે પર્દાફાશ થયો છે. આ ગેંગે ગાંધીનગર અને અમદાવાદના મેટ્રો સ્ટેશનોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ આરોપીઓ મુસાફર તરીકે મેટ્રોમાં પ્રવેશ મેળવતા અને પછી વિવિધ હિસ્સામાંથી વીજતાર અને સામાન ચોરી કરીને ફરાર થઈ જતા હતા.
ગાંધીનગર એલસીબી (LCB) ટીમે કાર્યવાહી કરતા આ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કુલ 9 જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે. ચોરીના ગુનાઓને ગંભીરતાથી લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય શખ્સો જોડાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
Input Credit: Himanshu Patel, Mihir Soni