Breaking News : ગુજરાતની સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બનશે હર્ષ સંઘવી, જુઓ Video
આજે એટલે કે 17 ઓકટોબરના રોજ રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે.

આજે એટલે કે 17 ઓકટોબરના રોજ રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ફરી એક વખત રાજ્યમાં DyCM બનવાનું નક્કી કરવામાં આવ્યું છે. પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશે. 40 વર્ષિય હર્ષ સંઘવી આગામી સમયમાં મોટી જવાબદારી સંભાળશે. આગામી 2 વર્ષ ગુજરાતમાં CM અને DyCMની જોડી જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં DyCMની પદ હર્ષ સંઘવી સંભાળશે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જવાબદારીમાં રાહત મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગૃહ વિભાગ પણ હર્ષ સંઘવી પાસે રહી શકે છે.
હર્ષ સંઘવીની રાજકીય સફર
હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બનશે. ત્યારે છેલ્લી 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી ધારાસભ્ય બન્યા છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે. આ ઉપરાંત ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ પદ સંભાળ્યું છે. આ ઉપરાંત રમત ગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે. હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે.
જુઓ Video
રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે આજે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11:30 વાગ્યે મુખ્ય મંત્રીની હાજરીમાં નવા મંત્રીઓ શપથ લેશે. મંચ પર 26થી વધુ ખુરશીઓ ગોઠવાઈ છે, જે દર્શાવે છે કે આ મોટું મંત્રીમંડળ હોઈ શકે છે. મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તેના કેટલાક નામ પણ સામે આવી ગયા છે.
નવા અને રિપીટ મંત્રીઓની યાદી
આ વખતે પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ અને પુરસોત્તમ સોલંકી, કનુ દેસાઇ ફરીથી મંત્રી તરીકે શપથ લેશે. લવિંગજી ઠાકોર અને કુમાર કાનાણી જેવા ચહેરાઓને મંત્રીમંડળમાં નવી એન્ટ્રી મળશે. તો 20 જેટલા નવા ચહેરા આ મંત્રીમંડળમાં જોવા મળી શકે છે.