Breaking News : સાળંગપુરમાં ભીંતચિત્રો બાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા હટાવાઇ, માત્ર નિલકંઠ વર્ણીની મૂર્તિ રખાઇ
મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ મૂકાઈ હતી. જેને વિવાદ બાદ હવે હટાવી લેવામાં આવી છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર જોવા મળી રહી છે. તેમની સામે રાખેલી હનુમાનજીની મૂર્તિ હટાવી દેવામાં આવી છે.
Botad : બોટાદના સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઇને વકરેલા વિવાદ (Salangpur Controversy) બાદ ભીંતચિંત્રોને હટાવી લેવાયા છે. જે પછી હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પણ હનુમાનજીની પ્રતિમાને પણ હટાવી લેવામાં આવી છે. મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ મૂકાઈ હતી. જેને વિવાદ બાદ હવે હટાવી લેવામાં આવી છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર જોવા મળી રહી છે. તેમની સામે રાખેલી હનુમાનજીની મૂર્તિ હટાવી દેવામાં આવી છે.
બોટાદના કિંગ ઓફ સાળંગપુરમાં ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યા બાદ બોટાદના કુંડળધામ સ્વામીનારાયણ મંદિર ખાતે મુકેલી હનુમાનજીની પ્રતિમાનો વિવાદ પણ સામે આવ્યો હતો. જ્યાં કુંડળધામના બાગમાં નીલકંઠ વર્ણીને ફળાહાર કરાવતા હનુમાનજીની પ્રતિમા મુકવામાં આવી હતી. જેને લઈને વિવાદ વકર્યો હતો. આ વિવાદ દરમિયાન એક વાત એ પણ સામે આવી છે કે પહેલા હનુમાનજીની પ્રતિમાને જમીન પર મુકવામાં આવી હતી. જો કે આ વિવાદ વકર્યા બાદ કુંડળધામ સ્વામીનારાયણ મંદિર તરફથી હનુમાનજીની પ્રતિમાની નીચે આસનના ભાગરૂપે એક પથ્થર મુકી દેવામાં આવ્યો હતો. આ વિવાદ પહેલા હનુમાનજીની પ્રતિમાને જમીન પર જ મુકી દેવાઈ હતી.
મહત્વનુ છે કે સાળંગપુરમાં હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને સર્જાયેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવતા જે બે ભીંતચિત્રોને લઇને વિવાદ ઉભો થયો હતો તે બંને ચિત્રો આખરે દૂર કરાયા છે. સાળંગપુર મંદિર પરિસરમાં મોડી રાત્રે વડતાલ ગાદીના મહંતોએ વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા. ભીંતચિત્રો હટાવતા દ્રશ્યો કેમેરામાં કેદ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મીડિયાકર્મીઓને દૂર રાખી અને પડદા લગાવીને ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી કરાઈ હતી.
CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ ગત રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાત મુજબ સૂર્યોદય પહેલા જ ભીંતચિત્રો હટાવી લઇ તેની જગ્યાએ નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો