AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather Today: ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ માવઠાનો માર, સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં યેલો એલર્ટ, જાણો તમારા જિલ્લાનું વાતાવરણ

રાજ્યમાં એક બાજુ શિયાળું પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચૂકી છે, તો બીજી બાજુ શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે...વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અનેક તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે.

Gujarat Weather Today: ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ માવઠાનો માર, સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં યેલો એલર્ટ, જાણો તમારા જિલ્લાનું વાતાવરણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2026 | 8:22 AM
Share

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. એક તરફ રાજ્યમાં શિયાળુ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી વહેતા થયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. શિયાળાની શરૂઆતમાં જ વરસાદ પડતાં લોકોને ચોમાસાની યાદ આવી ગઈ છે.

માવઠાથી ખેડૂતોને મોટો ફટકો, મગફળી-સોયાબીનના પાકને નુકસાન

કમોસમી વરસાદને કારણે સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને લણણીની તૈયારી વચ્ચે અચાનક વરસાદ પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેતીમાં પહેલેથી જ ખર્ચ વધી રહ્યો છે, ત્યારે કુદરતી આફતના રૂપમાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે.

હજુ પણ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં યેલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ હવામાનના બદલાતા મિજાજથી પરેશાન છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના પર સૌની નજર રહેશે.

નવેમ્બરમાં માવઠાની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદનો સિલસિલો નવેમ્બર મહિનામાં પણ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈને મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 2 અને 3 નવેમ્બરની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સહિત કચ્છમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે નવેમ્બરમાં પણ વરસાદની આગાહીએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.

આ પણ વાંચો- Breaking News : હવે, નવા ચક્રવાત ‘મુરાસુ’નો ડર, 3 નવેમ્બરે દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા, જાણો વિગત

Follow Us
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું
વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા
વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા
Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું
Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">