AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બેનર ફાડવા મુદ્દે ગેનીબેનનો પોલીસને પડકાર! કહ્યુ-‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’ જુઓ Video

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં કોંગ્રેસના બેનર ફાડવાના મુદ્દે ગેનીબેન ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે બેનર ફાડનારાઓને દિવસના અડવાની ચીમકી આપી હતી. સાથે જ ગાંધીનગર પોલીસ પર મતદારો અને કાર્યકરોને ધમકાવવાનો આરોપ લગાવી, કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ યાદ કરાવી હતી. આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે.

Breaking News : બેનર ફાડવા મુદ્દે ગેનીબેનનો પોલીસને પડકાર! કહ્યુ-‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’ જુઓ Video
Geniben Thakors Strong Warning Over Congress Banners Tearing Gandhinagar ElectionImage Credit source: chatgpt
| Updated on: Oct 07, 2026 | 10:51 AM
Share

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર-7માં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનરો ફાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપથી નવો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાનો વિરોધ કરતા સમગ્ર મામલાની તપાસ કરવાની માગ કરી છે.

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ મુદ્દે જાહેર કાર્યક્રમ દરમિયાન આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે બેનર ફાડનારાઓને પડકાર આપતાં કહ્યું કે, જો કોઈમાં હિંમત હોય તો દિવસના સમયે સામે આવીને કોંગ્રેસના બેનરને હાથ લગાવીને બતાવે. ગેનીબેને એવો પણ આક્ષેપ કર્યો કે રાત્રિના અંધારામાં છુપાઈને કોંગ્રેસના પ્રચાર સામગ્રીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

ચૂંટણીના વાતાવરણમાં આવી ઘટનાઓ ન બને તે માટે તેમણે કોંગ્રેસના કાર્યકરોને પણ સાવધાન રહેવા જણાવ્યું હતું. સાથે જ તેમણે સમગ્ર મામલાની હકીકત બહાર આવે તે માટે યોગ્ય તપાસ કરવાની માગ કરી છે.

આ મામલે કોંગ્રેસના આગેવાનો દ્વારા ગાંધીનગર રેન્જ IG સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે બેનરો ક્યાં અને કેવી રીતે ફાડવામાં આવ્યા તેની તપાસ કરવા માટે આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાની માગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આવી ઘટનાઓ પાછળ ચૂંટણીનો માહોલ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે.

જોકે, કોંગ્રેસના આક્ષેપોને ભાજપ દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે. ભાજપ તરફથી આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આરોપોને રાજકીય રીતે જોવામાં આવી રહ્યા છે.

બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગાંધીનગર પોલીસની કામગીરી અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રિક્ષાચાલકો, લારી-ગલ્લાવાળા, કોંગ્રેસના કાર્યકરો તેમજ સામાન્ય મતદારો પર પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસની મુખ્ય જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, કોઈ પક્ષના કાર્યકરો કે સામાન્ય નાગરિકોને ડરાવવાની કે ધમકાવવાની નહીં.

ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ ગાંધીનગરની ચૂંટણીમાં બેનર વિવાદ અને પોલીસની કામગીરી બંને મુદ્દા ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવે બેનર ફાડવાની ઘટનાની તપાસમાં શું બહાર આવે છે અને પોલીસની કામગીરી અંગેના આક્ષેપો પર શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે.

Vaghela Surname History : શંકરસિંહ વાઘેલાની અટક પાછળ છુપાયેલો છે સદીઓ જૂનો ઈતિહાસ, જાણો રાજવંશની આખી કહાની!, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">