Breaking News : IPLની ફાઈનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ફાટ્યો ગેસનો બાટલો
અમદાવાદમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા દુર્ઘટના બની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે.

અમદાવાદમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા દુર્ઘટના બની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે. ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારી સામે આવી છે. સવારના સમયે દુર્ઘટના થઈ હોવાની મોટી જાનહાનિ ટળી છે. સ્ટેડિયમના મુખ્ય રોડ પર હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે.
આજે દેશ- વિદેશથી લોકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવવાના છે. ત્યારે ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારીના કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો. સવારના સમયે દુર્ઘટના થઈ હોવાની મોટી જાનહાનિ ટળી છે.
ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાશે લાઈટ શો
IPL સમાપન સમારોહમાં BCCI દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ BCCI સેનાના સન્માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં વિશેષ મીલીટરી બેન્ડ સાથે ભારતીય ગાયકો દેશભક્તિના સૂર રેલાવશે. ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે. તેમનું પ્રદર્શન ઓપરેશન સિંદૂરમાં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરશે અને દુ:ખદ પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપશે.
Gas cylinder blast near main entrance of Narendra Modi stadium ahead of IPL Final match #IPL2025 #IPLFinal #IPL2025Final #Ahmedabad #Gujarat #TV9Gujarati pic.twitter.com/9jYLAVFt98
— Tv9 Gujarati (@tv9gujarati) June 3, 2025
BRTS બસ અને મેટ્રોની કરાઈ ખાસ વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચના કારણે BRTS બસ અને મેટ્રોની કરાઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીના પડે તે માટે બીઆરટીએસ બસ અને મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે. મેટ્રો 2 કોરિડોરમાં કુલ 26 જેટલી ટ્રેન દોડાવવામાં આવશે. તેમજ સીટી બસની વાત કરીએ તો આજે 100થી વધારે સીટી બસ દોડાવવામાં આવશે.
સ્ટેડિયમ તરફના રુટ બંધ રહેશે
IPLની ફાઈનલ મેચમાં વીવીઆઈપી સહિતના લોકો આવવાના હોવાથી બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી સ્ટેડિયમની આસપાસ આવેલા રસ્તાઓ બંધ રહેશે. જેનો વૈકલ્પિક રુટ પણ આપવામાં આવ્યો છે.