AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાવાગઢમાં વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો, પથ્થરના કાટમાળ નીચે 10થી વધુ દટાયા, એકનું મોત

Panchmahal News : ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે દસથી વધુ યાત્રિકો દબાયા હતા.  આ ઘટનામાં એકનું મોત થયુ છે. તો અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Breaking News : પાવાગઢમાં વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો, પથ્થરના કાટમાળ નીચે 10થી વધુ દટાયા, એકનું મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 4:18 PM
Share

પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ટળી છે. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો છે. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે દસથી વધુ યાત્રિકો દબાયા હતા.  આ ઘટનામાં એકનું મોત થયુ છે. તો અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થયો છે. પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો-મહારાષ્ટ્રમાં જન્મેલા અજય બંગા 2 જૂને President Of World Bank તરીકે કાર્યભાર સંભાળશે

બદલાયેલા વાતાવરણ વચ્ચે બની દુર્ઘટના

દુર્ઘટનામાં પાંચથી વધુ યાત્રિકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા થયા ઇજાગ્રસ્ત સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાવાગઢના માંચી ખાતે અચાનક બદલાયેલા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદ બાદ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે.

ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. તો ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તોની ખબર અંતર પુછ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરીને માહિતી મેળવી હતી. જિલ્લા કલેક્ટર સહિત ધારાસભ્યએ લોકોને અફવાઓમાં ન આવવા અપીલ કરી હતી

વીજળી પડતા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી

માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો.

પાંચ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી

ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 10 જેટલા માઇ ભક્તો દબાયા હતા. જો કે પથ્થરની નીચે દટાયેલા તમામ કેટલાક લોકોનું સ્થાનિકોએ  રેસ્ક્યૂ કર્યુ છે. તો અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">