Gujarati Video : પંચમહાલના ડાંગરી ગામના રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ભયનો માહોલ
પંચમહાલના મોરવાહડફના ડાંગરીયા ગામે રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ છવાયો છે. ડાંગરીયા ગામના નિશાળ ફળિયામાં રાત્રિના સમયે લટાર મારતા દીપડાનો વીડિયો સામે આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી પંચમહાલમાં દીપડો જોવા મળી રહ્યો છે. પંચમહાલના મોરવાહડફના ડાંગરીયા ગામે રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ છવાયો છે. ડાંગરીયા ગામના નિશાળ ફળિયામાં રાત્રિના સમયે લટાર મારતા દીપડાનો વીડિયો સામે આવ્યો છે. કેટલાક યુવકોએ દીપડાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો.
આ પણ વાંચો : Panchmahal જિલ્લામાં 100 પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક ESIC હોસ્પિટલને મંજૂરી
પંચમહાલના ઘોંઘબામાં દીપડો મૃત હાલતમાં મળ્યો હતો
તો બીજી તરફ ઘોઘંબાના ધનેશ્વર રોડ પરથી મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. વન વિભાગની ટીમને પ્રાથમિક તપાસમાં માહિતી પ્રાપ્ત થઈ હતી કે દીપડો ગીચ ઝાડીમાં ફસાઈ ગયો હતો અને તે ઝાડીમાંથી નીકળી ન શકતા તે નું મોત થયું હતું. વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ હાથ ધરીને વિશે, તપાસ આગળ ધપાવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
