Breaking News : જગદીશ પંચાલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો, જાણો રાજકીય સફર
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મ પદભાર સંભાળશે.ગાંધીનગર કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો છે. સર્વાનુમતે જગદીશ વિશ્વકર્માને પાર્ટી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ રહી છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો.ગાંધીનગર કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો છે. સર્વાનુમતે જગદીશ વિશ્વકર્માને પાર્ટી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ રહી છે.
કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, CM ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મંત્રી રત્નાકર અને સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. જગદીશ વિશ્વકર્માને પ્રમુખ જાહેર કરતા કમલમ ખાતે જશ્નો માહોલ જોવા મળ્યો છે. કમલમ ખાતે ઢોલ-નગારા અને ફટાકડા સાથે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદના MLA ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન કરીને જગદીશ વિશ્વકર્મા કમલમ જશે. તેમજ સ્વામિનારાયણ સાધુ-સંતો પણ આશીર્વાદ આપવા પહોંચ્યા છે.
Jagdish Vishwakarma arrives at Kamalam, Gandhinagar @BJP4Gujarat#JagdishVishwakarma #GujaratBJP #BJP #Gujarat #TV9Gujarati pic.twitter.com/XcjfYcJYnq
— Tv9 Gujarati (@tv9gujarati) October 4, 2025
વિશ્વકર્માના હાથમાં ભાજપની કમાન
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મ પદભાર સંભાળ્યો છે. 45 વર્ષના ઇતિહાસમાં ગુજરાતને ત્રીજા OBC પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે. શહેર ભાજપની ટીમ દ્વારા મધર ડેરીથી કમલમ સુધી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા.
અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા હવે ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા છે.જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા.
CM બાદ હવે પ્રમુખ પણ અમદાવાદના
જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર, 2021થી વન અને પર્યાવરણ પ્રધાન (રાજ્યકક્ષાનો હવાલો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે. શહેરના પ્રમુખ રહી ચૂક્યા હોવાના પગલે સંગઠનમાં તેમની પકડ મજબૂત છે અને આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મહોર મારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.