Breaking News: ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન 5 લોકોને લાગ્યો વીજ કરંટ, 2 લોકોના મોત
Anand: આણંદના ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ખંભાત નવરત્ન સિનેમા પાસે નંદી પર સવાર ગણેશજીની મૂર્તિ લઈને જતા 5 ભાવિકોને વીજ કરંટ લાગ્યો હતો. આ પાંચેયને સારવાર અર્થે જનરલ હોસ્પિટલે ખસેડાયા હતા. જેમા 2 લોકોના મોત થયા છે.
Anand: આણંદમાં ગણેશ વિસર્જન સમયે જ 5 લોકોને વીજ કરંટ લાગ્યો. જેમા 2 લોકોના મોત થયા છે. ખંભાતમાં નવરત્ન સિનેમા પાસે નદી પર સવાર ગણેશજીની મૂર્તિ લઈને જતા 5 ભાવિકોને વીજ કરંટ લાગ્યો હતો. આ પાંચેય ભાવિકોને સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમા બે લોકોના મોત થયા હતા. જો કે હજુ એક વ્યક્તિની હાલત ગંભીર છે જ્યારે 2 લોકોની સ્થિતિ સામાન્ય જણાવાઈ રહી છે. ખંભાતના લાડવાડા વિસ્તારના સંદીપ કોળી અને અમિત ઠાકોરનું મોત થયુ છે.
પ્રાંતિજમાં સાબરમતી નદીમાં ડૂબવાથી 2 લોકોના મોત
આ તરફ સાબરકાંઠામા પ્રાંતિજમાં વિઘ્નહર્તા વિનાયકદેવના વિસર્જન સમયે દુર્ઘટના સર્જાઈ. ગલતેશ્વર નજીક ગણેશ વિસર્જન સમયે સાબરમતી નદીમાં ડૂબેલા બે યુવકોના મોત થયા છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતા. ગલતેશ્વર નજીક પ્રાંતિજના તાજપુર અને ગાંધીનગરના પીપરોજના રહેવાસી બે યુવકો ગણેશ વિસર્જન માટે ગયા હતા આ દરમિયાન નદીમાં ડૂબવાથી તેમના મોત થયા.
આ પણ વાંચો: Ahmedabad: વર્લ્ડ કપ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, પહેલી મેચ 5 ઓક્ટોબરે રમાશે, જુઓ Video
પંચમહાલમાં વિસર્જન સમયે ક્રેનનો પટ્ટો તૂટતા અકસ્માત
ગણેશજીની મૂર્તિને લઈ જતા સમયે વીજવાયરને અટકી જતા કરંટ લાગ્યો હતો. આ તરફ પંચમહાલમાં પણ ગણેશ વિસર્જન સમયે ક્રેન પલટી જતા પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. પાવાગઢના વડાતળાવ ખાતે આ દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેનનો પટ્ટો તૂટતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





