Ahmedabad: વર્લ્ડ કપ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, પહેલી મેચ 5 ઓક્ટોબરે રમાશે, જુઓ Video
વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની અને પ્રથમ મેચ 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ ફાઈનલ સહિત કુલ 6 મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે વર્લ્ડ કપ મેચો માટેની પીચ અને પ્રેક્ટિસ પીચની માવજત કરાઈ રહી છે. નમો સ્ટેડિયમમાં એકસાથે 1.32 લાખ લોકો મેચ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા છે.
Ahmedabad : વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાનાર છે તો મોટાભાગની ટીમો ભારત પહોંચી ગઈ છે. ત્યારે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે. વર્લ્ડ કપને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. મહત્વનું છે કે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની અને પ્રથમ મેચ 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ ફાઈનલ સહિત કુલ 6 મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે વર્લ્ડ કપ મેચો માટેની પીચ અને પ્રેક્ટિસ પીચની માવજત કરાઈ રહી છે. નમો સ્ટેડિયમમાં એક સાથે 1.32 લાખ લોકો મેચ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos