Botad : ગઢડા તાલુકામાં મેઘાની જમાવટ, ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ધરતીપુત્રોની વધી ચિંતા

અવિરત એક કલાક સુધી વરસાદ ખાબકતા નદીઓ, ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી. મહત્વનું છે કે ગોરડકા સહિત ગઢડા, ઉગામેડી, સુરકા, પીપળીયા, સાળીગપરડામાં વરસાદ પડ્યો હતો.

Botad : ગઢડા તાલુકામાં મેઘાની જમાવટ, ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ધરતીપુત્રોની વધી ચિંતા
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 1:59 PM

બોટાદ જિલ્લાના (Botad) ગઢડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.ગોરડકા ગામે ધોધમાર વરસાદ (Rain) વરસતા ગામના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા.અવિરત એક કલાક સુધી વરસાદ ખાબકતા નદીઓ, ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી.મહત્વનું છે કે,ગોરડકા સહિત ગઢડા, ઉગામેડી, સુરકા, પીપળીયા, સાળીગપરડામાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે ગોરડકા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા,જેને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી હતી.

સૌરાષ્ટ્રમાં  હળવા વિરામ બાદ શરૂ થયો વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, (Junagadh)અમરેલી જિલ્લાઓ સહિત વિવિઘ ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના બિલખા, ઉમરાળી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો . તો વિસાવદરમાં એક જ કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્તોયારે બે  કલાકમાં 4 ઇંચ ડેવો વરસાદ પડ્યો હતો. અમરેલીના વિઠ્ઠલપુર, ખંભાળીયા, ફતેપુર અને કેરીયાચાડ, મોટા આકડીયા, અમરાપુર સહિતના ગામમાં પણ વરસાદ થયો હતો. અને કેરીયાચાડ ગામે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું હતું. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં (Saurashtra)બરાબર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગત રોજ વરસાદથી અમરેલીના (Amreli) કેરિયાચાડની સ્થાનિક નદીમાં તો જૂનાગઢ જિલ્લામાં આવેલી ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં હળવા વિરામ બાદ કાલથી ફરીથી વરસાદ(Rain)  વરસાવનું શરૂ થયું હતુ. જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદર અને તેના ગ્રામ્ય પંથકમાં થયો હતો. તો બીજી તરફ જૂનાગઢ પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 5થી 7 ઈંચ સુધીનાં ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ ઉઠયા હતા અને કેટલાક કોઝ વે પર પાણી ભરાઈ જતા સ્થાનકિ અવરજવર બંધ થઈ ગઈ હતી. અમરેલી જિલ્લામાં બપોર બાદ ધીમી ધારે તેમજ ઝાંપટા સ્વરૂપે સતત વરસાદ ચાલુ રહ્યો  હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">