Breaking News: વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, CISFના ઇમેઇલ મળતા પોલીસ તંત્ર એલર્ટ

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસે કવાયત શરુ કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Breaking News: વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, CISFના ઇમેઇલ મળતા પોલીસ તંત્ર એલર્ટ
Follow Us:
| Updated on: Oct 05, 2024 | 12:50 PM

ફરી એક વખત વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. CISFના ઇમેઇલ પર મળેલા એક મેઈલથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. ઇમેઇલ થકી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. ધમકી મળતી પોલીસ સહિત વિવિધ એજન્સીઓ એક્શન મોડ પર જોવા મળી રહી છે.

ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસ કવાયત

ગુજરાતમાં હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે. લોકો ગરબાના તાલે ઝુમવામાં મગ્ન રહે છે. પોલીસ તેમની સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત છે. આવા સમય વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસે કવાયત શરુ કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ સ્થળ પર

વડોદરાના હરણી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ તાત્કાલિક એરપોર્ટ ખાતે પહોંચી ગઇ હતી અને તપાસ શરુ કરી હતી. પોલીસ દ્વારા પણ એરપોર્ટના તમામ વિભાગમાં ચેકિંગ કરવામાં આવ્યુ. જો કે હજુ સુધી એરપોર્ટ પરથી તોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

થોડા મહિના પહેલા પણ મળી હતી ધમકી

થોડા મહિના પહેલા પણ વડોદરા એરપોર્ટને આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને તે સમયે પણ બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તે સમયે પણ એરપોર્ટ પરથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. ત્યારે હવે ફરી વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
g clip-path="url(#clip0_868_265)">