Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ

20 ડિસેમ્બર, 2024

સુનીલ મિત્તલની કંપની એરટેલે હવે એવું કામ કર્યું છે, જેની સામે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો પણ પાછળ રહી ગઈ છે.

એરટેલ હવે દેશની પહેલી ખાનગી ટેલિકોમ કંપની બની ગઈ છે જેનું નેટવર્ક પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં કામ કરશે.

એરટેલે જમ્મુ અને કાશ્મીરમાં કુપવાડા, બારામુલ્લા અને બાંદીપોરા જિલ્લાના 7 સરહદી ગામોમાં તેની સેવા શરૂ કરી છે.

એરટેલ નેટવર્ક હવે કાછલ, બલબીર, રાઝદાન પાસ, તાયા ટોપ, ઉસ્તાદ, કાઠી અને ચીમા ગામોમાં ઉપલબ્ધ થશે.

એરટેલે આ ગામોમાં કનેક્ટિવિટી સુધારવા માટે કુલ 15 મોબાઈલ ટાવર લગાવ્યા છે.

એરટેલે આ વિસ્તારોમાં ઈન્ટરનેટ અને કનેક્ટિવિટી આપવા માટે ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે.

રિલાયન્સ જિયો પછી એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં Jioનું નેટવર્ક હજુ પણ મર્યાદિત છે.