AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર, BCCIએ જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી

Auqib Nabi replaces Jasprit Bumrah : આકિબ નબી,શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ભારતની ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહના રિપ્લેસ કરશે, તેમના ઘરેલું ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે.

Breaking News : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર, BCCIએ જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી
| Updated on: Aug 03, 2026 | 11:37 AM
Share

Auqib Nabi replaces Jasprit Bumrah :જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. શ્રીલંકા વિરુદ્ધ ભારતની ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહને રિપ્લેસ કરશે. બુમરાહને છેલ્લી ઘડીએ શ્રીલંકા પ્રવાસની ટેસ્ટ ટીમમાંથી બહાર થવું પડ્યું છે. તેના ઘૂંટણની ઈજા હજુ પણ છે. જેના કારણે બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને આરામ આપવાની સલાહ આફી છે. બુમરાહ બહાર થયા બાદ આ સવાલ સતત થઈ રહ્યો હતો કે, કોને તક મળશે. હવે સિલેક્ટર્સે આકિબ નબીના નામની જાહેરાત કરી દીધી છે.

આકિબ નબીના સિલેક્શનની બીસીસીઆઈએ જાણકારી આપી

બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર આકિબ નબીની પસંદગીને લઈ જાણકારી શેર કરી અને જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના બોલરને પહેલી વખત ભારતની ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ છે.

આકિબ નબીને કેમ તક મળી?

આકિબ નબીને ભારતની ટેસ્ટ ટીમમાં તક તેના ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના કારણે મળી છે. નબીએ રણજી ટ્રોફીની છેલ્લી 2 સીઝનમાં 104 વિકેટ પોતાની નામ કરી છે. જેમાં 60 વિકેટ તેમણે 2025-26 સીઝનમાં લીધી છે. તેમજ જમ્મુ કાશ્મીરને રણજી ટ્રોફીનો પહેલો ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી.

જમણા હાથના ફાસ્ટ બોલર નબી તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારત A ટીમનો પણ ભાગ હતા. તેમણે ત્યાં બે ટેસ્ટ મેચમાં છ વિકેટ લીધી હતી.

શ્રીલંકાના પ્રવાસનો કાર્યક્રમ

ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટના રોજ શ્રીલંકા રવાના થશે. અહી 7 ઓગસ્ટથી કોલંબોમાં એક 3 દિવસની વોર્મ અપ મેચ રમશે. તેમજ 15 ઓગસ્ટથી સીરિઝની પહેલી ટેસ્ટ ગોલમાં રમશે. બીજી ટેસ્ટની શરુઆત 22 ઓગસ્ટથી કોલંબોમાં થશે.

આકિબ નબી પાસે આઈપીએલ રમવાનો પણ અનુભવ છે. ગત્ત વર્ષે થયેલા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે તેને 8.40 કરોડની મોટી રકમમાં ટીમમાં સામેલ કર્યો હતો. પહેલી સીઝનમાં આશા અનુસાર પ્રદર્શન કરી શક્યો ન હતો. આખી સીઝનમાં 5 મેચ રમવાની તક મળી હતી. જેમાં તેમણે 13 ઓવર બોલિંગ કરી હતી. એક પણ વિકેટ લેવામાં સફળતા મળી ન હતી. આ અનુભવમાંથી શીખી હવે ટીમમાં સારા પ્રદર્શન કરવાની આશા છે.

આકિબ નબીએ રણજી ટ્રોફીની એક જ સિઝનમાં 60 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">