AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યુ હતું, તેમનુ રાજકારણ પુરુ થઈ ગયું…ભાજપના કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ !

આ ઓડિયો ક્લિપમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રાજકીય રીતે પતાવી દીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઓડિયો ક્લિપમાં નીતિન પટેલ માટે ખૂબ ઘસાતુ બોલાયું છે. અપશબ્દો પણ બોલાયા છે.

પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યુ હતું, તેમનુ રાજકારણ પુરુ થઈ ગયું...ભાજપના કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ !
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2026 | 11:40 AM
Share

મહેસાણાના કોર્પોરેટરે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વિશે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીઓનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં ભાજપના કોર્પોરેટર એવુ કહી રહ્યા છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે ઊભુ કરાવ્યું હતું. નીતિનભાઈને પતાવી દીધા છે. જો કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે, આ ઓડિયો ક્લિપ અંગે મહેસાણા ભાજપના પદાધિકારીઓ સામે ફરિયાદ કરી છે. સાથોસાથ શિસ્તભંગના પગલાં લેવા પણ માંગણી કરી છે.

મહેસાણાના ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની કથિત એક ઓડિયો ક્લિપ ભાજપના વર્તુળ અને મહેસાણા જિલ્લામાં ખૂબ જ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રાજકીય રીતે પતાવી દીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઓડિયો ક્લિપમાં નીતિન પટેલ માટે ખૂબ ઘસાતુ બોલાયું છે. અપશબ્દો પણ બોલાયા છે. આ અંગે નીતિન પટેલે પ્રતિભાવ આપતા કહ્યું કે, મારુ રાજકારણ પુરુ થઈ ગયું હવે હુ ક્યાયનો નથી રહ્યો તેવી વાતચીત અન્ય કોઈ વ્યક્તિ સાથે ચંદ્રકાત પટેલે કરી હતી.

ચંદ્રકાંત પટેલની કથિત ઓડિયો ક્લિપ અંગે નીતિન પટેલે, ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો ચાલી રહી હતી. તે દરમિયાન સમય મળતા જ તેમણે આ ઓડિયો મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, મહેસાણા જિલ્લાના પ્રભારી ભરત ડાંગર અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરને મોકલી શિસ્ત વિષયક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જો કે, તેમની રજૂઆત છતાં, ચંદ્રકાંત પટેલને મહેસાણા નગરપાલિકાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી અને ભાજપના ચૂંટણી પ્રતિક પર તેઓ કોર્પોરેટર બન્યા. પરંતુ ઓડિયો મળ્યા પછી પક્ષે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે.

નીતિન પટેલે એવો દાવો કર્યો છે કે, તેમને મહેસાણાના જ એક નાગરિકે બીજો એક 5 વર્ષ જૂનો ઓડિયો મોકલ્યો છે. આ ઓડિયોમાં નગરપાલિકાની ગત ચૂંટણી વખતે ચંદ્રકાંત પટેલ અન્ય વ્યક્તિને “આપણા સમાજ (ચૌધરી) ના ઉમેદવારને વોટ આપવાનો છે અને ભાજપના (પટેલ) ઉમેદવારને હરાવવાનો છે” તેવું કહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિને ઉત્તેજન આપતા સંભળાય છે.

Junagadh Breaking News : PMJY યોજનામાં મોટું કૌભાંડ, જુનાગઢની હોસ્પિટલમાં કાયદા વિરુદ્ધ કરાયા ઓપરેશન, જુઓ Video

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
g clip-path="url(#clip0_868_265)">