BHUJ : સુખપર ગામે સ્મશાનની સફાઈ, કોરોના મૃતકોની અંતિમક્રિયા સુધીના કામ કરી રહી છે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો

BHUJ : સુખપર (SUKHPAR) ગામે કોવીડ દર્દીની અંતિમક્રિયાનું કાર્ય સોંપાયુ છે, જેની તમામ વ્યવસ્થા RSS દ્વારા કરાઇ રહી છે.

BHUJ : સુખપર ગામે સ્મશાનની સફાઈ, કોરોના મૃતકોની અંતિમક્રિયા સુધીના કામ કરી રહી છે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો
અંતિમક્રિયા માટે લાકડા એકઠા કરી રહેલી રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Apr 22, 2021 | 7:12 PM

BHUJ : હિન્દુ પરંપરા મુજબ મૃ્ત્યુ પામેલા વ્યક્તિને તેના પરિવારમાંથી કોઇ પુરૂષ સભ્ય અગ્નિદાહ આપે છે. જો કે ઘણા કિસ્સામાં આ કામ મહિલાઓએ કર્યુ હોય તેવુ પણ બન્યુ છે. જોકે હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ઘણા લોકોને તેમના સ્વજનની અંતિમક્રિયા માટેનો પણ મોકો મળી રહ્યો નથી. પરિવારના એક-બે સભ્ય આવે અને ત્યાર બાદ તંત્ર કે સમાજસેવકો કોરોનામા મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વીધી કરી રહ્યા છે. ત્યારે ભુજના સુખપર ( SUKHPAR ) ગામે કોવીડ મૃતકોની અંતિમક્રિયામાં મદદ માટે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો પણ જોડાઇ છે.

સ્મશાનની સફાઈથી અંતિમક્રિયા સુધીનું કામ કરે છે બહેનો BHUJ માં ખારીનદી સ્મશાનગૃહમાં જગ્યા ઓછી પડતા તંત્ર દ્વારા ભુજ તાલુકાના સુખપર ( SUKHPAR ) ગામે કોવીડ દર્દીઓની અંતિમક્રિયાનું કાર્ય સોંપાયુ છે, જેની તમામ વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) દ્વારા કરાઇ રહી છે. જો કે આ સેવા કાર્યમાં RSSના સ્વયંસ્વેકો સાથે RSSની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો પણ સ્મશાનગૃહની સફાઈ, અંતિમક્રિયા માટે લાકડા ભેગા કરવા સહીતની અંતિમક્રિયામાં જોડાઈ છે.

BHUJ: Sisters of Rashtra Sevika Samiti are working till the cremation of Corona's dead in sukhpar village રાષ્ટ્ર સેવિકા સમિતિની 15 બહેનો દ્વારા સેવાકાર્ય જન સહયોગ અને મહિલા શક્તિનું જીવતું જાગતું સ્વરૂપ એટલે ભુજ તાલુકાની સુખપર સાર્વજનિક હિન્દુ સ્મશાન ભૂમિ. સૌના “સાથથી કોરોનાને આપીએ મ્હાત” આ મંત્રને સુખપર ( SUKHPAR ) માં RSSની સેવિકા બહેનો સાર્થક કરી રહી છે. કોરોનાના કપરા કાળમાં કોવીડ-19 થી મૃત્યુ પામેલા મૃતકોને હિન્દુ ધાર્મિક વિધિથી અંતિમક્રિયાની કઠણ કાળજા ભરેલી કપરી કામગીરી સુખપર ગામમાં રાષ્ટ્ર સેવા સમિતિની 15 સેવિકાઓ પણ કરી રહી છે. છ દિવસથી પ્રારંભ આ કામગીરીમાં ગ્રામીણ મહિલાઓ સ્મશાનભૂમિની સફાઈથી લઇ મૃતદેહને અગ્નિદાહ આપવા સુધીની તમામ કામગીરી ધગશ ભેર અને હિંમતથી કરી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

BHUJ: Sisters of Rashtra Sevika Samiti are working till the cremation of Corona's dead in sukhpar village

સવારે 8 થી રાતના 8 સુધી સેવા આપે છે બહેનો પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાના સંક્રમણને પગલે થતાં મૃત્યુના કારણે નિયત કરેલા સ્મશાનો પૈકી ભુજ ખારી નદી સ્મશાન ભૂમિ અને સુખપર ગામ પર કોવીડ-19 ના મૃતદેહને અંતિમક્રિયા કરાવવાના વહીવટી તંત્રના અનુરોધના પગલે છ દિવસથી અહીં હિન્દુ શાસ્ત્રોક્ત રીતે કોવીડ-19 ના દર્દીઓના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે. સ્મશાનભૂમિની કામગીરી સાથે સંકળાયેલા રામજીભાઈ વેલાણી સમગ્ર પરિવાર સાથે સેવા આપે છે. અહીં સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી અંતિમક્રિયાની કામગીરીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની 15 બહેનો જોડાયેલી રહે છે.

BHUJ: Sisters of Rashtra Sevika Samiti are working till the cremation of Corona's dead in sukhpar village

50 જેટલા સેવક ભાઈઓ, સાંખ્યયોગી બહેનોનો પણ સહયોગ BHUJ ની જી.કે.જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાંથી આવતા તમામ કોવીડ-19 મૃતકોના મૃતદેહને અહીં તેમજ ખારી નદી ખાતે અગ્નિદાહ આપવામાં આવે છે. રામપર-વેકરા, ભુજ, માનકુવા અને સુખપરના 50 જેટલા સેવકભાઈઓ પણ આ કામગીરીમાં સંકળાયેલા છે. સુખપર ખાતે રાષ્ટ્ર સેવા સમિતિની સેવિકાઓની પડખે સુખપર સ્વામિનારાયણ મંદિરની સાંખ્યયોગી બહેનો પણ પોતાનો સહયોગ આપી રહી છે. મૃતદેહ માટે ફૂલ,પૂજનવિધિની સામગ્રી તેમજ આ કામગીરી સાથે સંકળાયેલી સેવિકાઓ અને ભાઇઓની ભોજનની વ્યવસ્થા કરીને પણ સાંખ્યયોગીની બહેનો પોતાની રાષ્ટ્રીય સેવા બજાવી રહી છે તો અહીની મહિલા મુશ્કેલ સ્થિતીમાં સુરક્ષા સાથે કોરોના મહામારી સામે લડી રહેલા કોરોના વોરીયર્સ અને સમાજની સેવામાં મદદરૂપ થઇ રહી છે.

Latest News Updates

PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
g clip-path="url(#clip0_868_265)">