Monsoon 2022: ભારે વરસાદથી ગુજરાતના ડેમોમાં વધી પાણીની આવક, શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી 22.11 ફૂટ પહોંચી

|

Jul 06, 2022 | 10:07 AM

ભાવનગર (Bhavnagar) શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમની (Shetrunji Dam) સપાટીમાં 24 કલાકમાં જ એક ફૂટનો વધારો નોંધાયો છે. પાલિતાણા પાસેના શેત્રુંજી ડેમની સપાટી 22.11 ફૂટ પહોંચી ગઈ છે.

Monsoon 2022: ભારે વરસાદથી ગુજરાતના ડેમોમાં વધી પાણીની આવક, શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી 22.11 ફૂટ પહોંચી
ગુજરાતના ડેમોમાં નવા નીરની આવક થઇ

Follow us on

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon) શરુઆતમાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ (Rain) પડ્યો છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.

શેત્રુંજી ડેમની સપાટીમાં 24 કલાકમાં જ વધારો

ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમની સપાટીમાં 24 કલાકમાં જ એક ફૂટનો વધારો નોંધાયો છે. પાલિતાણા પાસેના શેત્રુંજી ડેમની સપાટી 22.11 ફૂટ પહોંચી ગઈ છે. શેત્રુંજી ડેમમાં 24 કલાકમાં જ 600 ક્યુસેક પાણીની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 41.55 ટકા પાણીનો જથ્થો છે. તો મહુવા પંથકના બગડ ડેમ અને કાળુભાર ડેમમાં 600 ક્યુસેક પાણીની આવક થઈ છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ગુજરાતના ડેમોમાં નવા નીરની આવક

રાજ્યમાં મેઘમહેરને પગલે નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના સંખ્યાબંધ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક નાના ડેમ તો સીઝનના પહેલા વરસાદમાં જ ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 12 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31 ટકા પાણી ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 42 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં મળીને પાણીનો 25.18 ટકા જથ્થો ઉપલબ્ધ છે. આ તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 43.12 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના 20 ડેમમાં 18 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતમાં સિઝનના પહેલા વરસાદમાં જ ડેમમાં નવા નીર આવતા વહીવટી તંત્ર અને ખેડૂતોની ચિંતા હળવી બની છે.

Published On - 10:01 am, Wed, 6 July 22

Next Article