ભાવનગરમાં શરૂ કરાયું રોડનું સમારકામ, 18 એજન્સીઓને કામ સોંપાયું

ચોમાસુ પૂર્ણ થતાં અને રાજ્ય સરકારની સુચનાને લઇને ભાવનગર શહેરમાં જુદીજુદી ૧૮ એજન્સીઓ દ્વારા ખાડા પૂરવાનું, રોડ રિપેર કરવાનુ કામ સોંપાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 12:53 PM

ભાવનગરને(Bhavnagar)ખાડાનગરીનું ઉપનામ આપવામાં આવ્યું હતું જે હવે તંત્ર દુર કરશે. આખરે વરસાદી સીઝન પુર્ણ થતાં ભાવનગર કોર્પોરેશને(BMC)રસ્તા (Road)પરના ખાડાને(Pathhole)સમારકામ કરવાનો નિર્ણય લીધો છે..શહેરમાં લોકો ખાડાના કારણે ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા અને મનપાને ફરિયાદો કરી કરીને થાકી ચૂક્યા હતા.

શહેરમાં આ ખાડાના કારણે અકસ્માતોની ઘટનાઓમાં બહુ મોટો વધારો આવી ચૂક્યો હતો, ત્યારે ચોમાસુ પૂર્ણ થતાં અને રાજ્ય સરકારની સુચનાને લઇને ભાવનગર શહેરમાં જુદીજુદી ૧૮ એજન્સીઓ દ્વારા ખાડા પૂરવાનું, રોડ રિપેર કરવાનુ કામ સોંપાયું છે.

જેમાં આશરે ૨.૫૦ કરોડના ખર્ચે આ કામ તાત્કાલિક ધોરણે પૂરું કરાશે અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે તેવું તંત્રએ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના ગૌરવ પથ ગણાતા મુખ્ય રોડ એટલે કે દેસાઈ નગર ખાતે કોંગ્રેસે અનોખો દેખાવ કર્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ ના આગેવાનો દ્વારા રોડ પર બનેલા મસમોટા ખાડાઓને મેજર ટેપથી માપવામાં આવ્યા હતા.

આની સાથે જ ખાડા નું પૂજન પણ અબીલ, લાલ, કંકુ અને ફુલહાર સાથે કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી અને શાસક પક્ષ અને અધિકારીઓ મલાઇ ખાઇ રહ્યા છે.

આ પણ  વાંચો: હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

આ પણ વાંચો: દિવાળીમાં વતન જવું થશે આસાન ! ST વિભાગે શરૂ કરી “આપ કે દ્વાર” યોજના

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">