ભલે ઠંડીથી ત્રાહિમામ થઈ રહ્યા છો પરંતુ ઉનાળામાં ફળોના રાજા કેરીના શોખીન લોકો માટે લાવ્યું છે સારા સમાચાર

ભલે ઠંડીથી ત્રાહિમામ થઈ રહ્યા છો પરંતુ ઉનાળામાં ફળોના રાજા કેરીના શોખીન લોકો માટે લાવ્યું છે સારા સમાચાર

હાડથીજાવતી ઠંડીએ ભલે લોકોને ત્રાહિમામ પોકારાવી દીધું હોય પણ ઠંડી ફળોના રાજા કેરીને ખુબ માફક આવી છે. દક્ષિણ ગુજરાતની આંબાવાડીમાં આંબા મોરની ચાદરથી છવાયા છે.  ભરૂચ જિલ્લામાં આંબાઓ ઉપર ખુબ સારી માત્રામાં મોર નજરે પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. ધરતીપુત્રો અનુસાર એક દાયકા પછી આંબાવાડીઓમાં આ પ્રકારની અનુકૂળ અને હકારત્મક પરિસ્થિતિ નજરે પડી છે. જે પ્રકારે મોર છવાયો છે તે જોતા ફળોના રાજાના બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ રહી છે.

આંબાવાડીના મલિક  હસુભાઈ પટેલ જણાવી રહ્યા છે કે  માવઠું કે વાવઝોડુ વિલન બને તો મોર ખરી જાય પણ કુદરતની સાથ રહેશે કેરીનો પાક સારામાં સારો રહેશે અને લોકોને કેરી ખાવાની માજા પડશે. ગુજરાતમાં ઠંડી ચમકારો આપી બાદમાં ઓછી થતી હતી જેના કારણે કેરીનું ઉત્પાદન ઓછું થતું હતું.

ચાલુ વર્ષે ઠંડી વધુ પાડવા સાથે અને લાંબો સમય સ્થિર રહી હોવાથી મોર બેસવા અને પોષણ મેળવવા પૂરતો સમય મળ્યો છે. ઝાકળ, વાવાઝોડું અને માવઠા જેવી વિપરીત પરિસ્થિતિ ન સર્જાય તો ચાલુવર્ષે કેરીનું ઉત્પાદન અધધધ કહી શકાય તેટલું થશે.

કેરીની ખેતી સાથે સંકળાયેલ કૈયુમન કેરાવાલા અનુસાર ઠંડી વધુ અને લાંબો સમય રહી છે.આ અનુકૂળતાના કારણે મોરને બેસવા , સેટ થવા અને પોષણ મેળવવા ખુબ સારી પરિસ્થિતિ અને સમય મળ્યો છે માટે બમ્પર ઉત્પાદન નિશ્ચિત છે

ખેતી નિષ્ણાંત નિર્મળસિંહ યાદવ અનુસાર કેરીના પાકમાં ફ્લાવરિંગ અને ઉત્પાદનને ઠંડી સાથે નાતો છે સારી ઠંડી કેરીને ખુબ અનુકૂળ આવી છે. વાતાવરણનું અનુકૂળતાના કારણે કેરીના સારા ઉત્પાદનની આશાઓ બંધાઈ છે ત્યારે ખેડૂતો પણ ખુશ જણાઈ રહ્યા છે જે સીઝન સારી રહેતો કેરી સસ્તી , સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર મળવાની શક્યતા જણાવી રહ્યો છે જોકે સ્વાદિષ્ટ કેરીનો સ્વાદ માણવા હજુ આપણે દોઢથી બે મહિના જેટલો ઇંતેજાર કરવો પડશે.

[yop_poll id=1262]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati