Burning Car : અંકલેશ્વર નજીક ટ્રક સાથે ટક્કર બાદ કાર અગનગોળામાં ફેરવાઈ, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો
કારના ચાલકના જણાવ્યા અનુસાર અંકલેશ્વર નજીક કારના એન્જીનમાં ઓવર હીટ ઇન્ડિકેટર વોર્નિંગ આપવા માંડ્યું હતું. કારનો ચાલક પરિસ્થિતિને સમજે તે પહેલાજ બોનેટમાં ભડકો થયો હતો.
આજે વહેલી સવારે નેશનલ હાઇવે 48 ઉપર કારમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી. શિરડી(Shirdi) દર્શન કરી વડોદરા પરત જતા પરિવારની કારમાં અંકલેશ્વર(Ankleshwar)ના મોતાલી ગામ નજીક ટ્રક સાથે ટક્કર બાદ અચાનક આગ ફાટી નીકળી(Burning Car) હતી જેણે ગણતરીની પળોમાં આખી કારને અગનગોળામાં પરિવર્તિત થઇ ગઈ હતી. ઘટના સમયે કારમાં 5 લોકો સવાર હતા જે સમયસર બહાર નીકળી જવામાં સફળ રહેતા તમામનો બચાવ થયો હતો જોકે કારમાં રોકડ સહિતનો સમાન સ્વાહા થઇ ગયો હતો. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની નોંધ કરી કારમાં આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે.
#Breaking: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર કારમાં આગ લાગી
શિરડીથી વડોદરા જતાં પરિવારનો આબાદ બચાવ
ગણતરીના પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઇ
પરિવાર સમયસર બહાર નીકળી જતા બચાવ થયો#Ankleshwar #Bharuch #TV9News pic.twitter.com/eTuCTDDkNF
— Tv9 Gujarati (@tv9gujarati) May 24, 2022
આજે સવારે 7 વાગ્યાના અરસામાં અંકલેશ્વર ફાયર બ્રિગેડને કારમાં આગ લગતા મદદ માટે કોલ મળ્યો હતો. ફાયરબ્રિગેડ રવાના થાય તે પહેલા વધુ એક કોલ મળ્યો જેમાં આખી કાર આગમાં બળીને ખાક થઇ ગઈ હોવાનું જણાવાયું હતું. ઘટનાની વાત કરીતો વડોદરાનું પરિવાર શિરડી ખાતે સાંઈબાબાના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યું હતું. સુરતના કામરેજ ખાતે થોડો સમય વાહન અને કાર ચાલકને આરામ અપાયા બાદ પરિવાર આગળ વધ્યું હતું.
કારના ચાલકના જણાવ્યા અનુસાર અંકલેશ્વર નજીક કારના એન્જીનમાં ઓવર હીટ ઇન્ડિકેટર વોર્નિંગ આપવા માંડ્યું હતું. કારનો ચાલક પરિસ્થિતિને સમજે તે પહેલાજ બોનેટમાં ભડકો થયો હતો. અચાનક એન્જીનમાં આગ નજરે પડતા ડ્રાઇવર ગભરાઈ ગયો હતો જેણે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ કાર આગળ દોડતી ટ્રક સાથે ભટકાઈ ગઈ હતી. આ ટક્કર સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું .
ઘટના સમયે વાહનમાં 5 લોકો સવાર હતા. બીજી તરફ આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. વાહન થોભ્યું કે તુરંત કારમાં સવાર પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર પરિવારના બહાર નીકળવાના ગણતરીના સમયમાં આખી કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. પરિવાર તમામ સમાન પણ બાહર કાઢી શક્યો ન હતો. વાહનમાં લાગેલી આગમાં રોકડ સહીત સમાન બળીને ખાક થઇ ગયો છે. ઘટના સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની નોંધ કરી કારમાં આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે.