AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, ડેડિયાપાડાના પૂર્વ MLA અને BTP નેતા મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં, પાટીલ સાથે કરી મુલાકાત

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટુ વસાવાના પુત્ર, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે અને આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવા સંકેત પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનને ભરૂચથી ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે ત્યારે શું ભાજપ ચૈતર વસાવાને તોડ તરીકે મહેશ વસાવાને જોઈ રહી છે તે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

| Updated on: Mar 01, 2024 | 11:05 PM
Share

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટુ વસાવાના પુત્ર, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે અનેઆધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવા સંકેત પણ જોવા મળી રહ્યા છે. જો કે ચર્ચા એવી પણ છે કે ટૂંક સમયમાં જ જાહેર સંમેલન દરમિયાન મહેશ વસાવા કેસરિયા કરી શકે છે. આગામી દિવસમાં મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી વિગતો પણ સામે આવી છે. મહેશ વસાવાએ કહ્યું કે, આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે.

આ તરફ ઈન્ડિયા ગઠબંધને ભરૂચથી ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે ત્યારે શું ભાજપ ચૈતર વસાવાના તોડ તરીકે મહેશ વસાવાને જોઈ રહી છે? તેવુ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

BTPના મહેશ વસાવા આવનારા દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકને લઈને પેચ ફસાયેલો છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી ભરૂચથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપમાં પણ રાજકીય સોગઠાબાજી શરૂ થઈ ગઈ છે અને કહેવાય છે કે ચૈતર વસાવાને ટક્કર આપવા માટે કોઈ મજબુત ચહેરા તરીકે ભાજપ મહેશ વસાવાને ટિકિટ આપી શકે.

કોણ છે મહેશ વસાવા ?

મહેશ વસાવા એ ભારતીય ટ્રાયબલ પાર્ટી(BTP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.  BTPના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી એટલે કે સતત 35 વર્ષ સુધી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ પિતા-પુત્રની જોડીએ એક જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમના નાના પુત્ર દિલિપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 17 દિવસ સુધી ચાલેલા આ પારિવારિક વિખવાદ બાદ અંતે મહેશ વસાવાએ એવુ કહીને તેમની ઉમેદવારી પરત લીધી હતી કે પપ્પા સામે કોઈ પાર્ટીનો ઉમેદવાર ટકી ન શકે. તે આદિવાસીઓના મસીહા છે. જો કે 35 વર્ષ વર્ષથી એકહથ્થુ શાસન કરનારા છોટુ વસાવાની ભાજપના રિતેશ વસાવા સામે હાર થઈ હતી.

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. એ ચૂંટણીમાં એ પિતાપુત્રની જોડા માત્ર બે જ વિજેતા હતી.

કોણ છે ચૈતર વસાવા ?

ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સૌથી મજબૂત ચહેરો છે. પાંચ બેઠકોમાં સૌથી વધુ લીડથી ચૈતર વસાવા જ વિધાનસભામાં જીત્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતરની લોકપ્રિયતા પણ વધી ગઇ છે. ત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે જો ગુજરાતમાં ભાજપને પડકાર આપવો હશે તો ભરૂચ કરતા કોઇ અન્ય સ્થળ ના હોઇ શકે. તેના પાછળના કારણો પણ જાણી લો

  • ડેડિયાપાડા  AAPપાર્ટીની એક માત્ર દક્ષિણમાં જીતેલી વિધાનસભા બેઠક
  • ચૈતર વસાવા આદિવાસી સમાજનો મજબૂત ચહેરો
  • દક્ષિણમાં હાજરી માટે ચૈતર મહત્વનો અને મજબુત ચહેરો
  • 2022માં ચૈતરે 1,03,433 મતો મેળવી પાર્ટી માટે રેકોર્ડ સર્જી દીધો

હવે જોવાનુ એ રહેશે કે જો BTP આ લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરે છે અને ભાજપ ભરૂચથી મહેશ વસાવાને ટિકિટ ઉતારે છે કે કેમ!

Input Credit- Vishal Pathak- Narmada

આ પણ વાંચો: TMC નેતા શાહજહાં શેખના અત્યાચારો સામે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, મહિલા મોરચાએ બેનર સાથે કર્યા દેખાવો- જુઓ Photos

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">