AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કર્ણાટકમાં જ્વેલર્સને ત્યાં ચોરી કરી ભાગતી આંતરરાજ્ય ગેંગને નેત્રંગ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી, આરોપીઓનો મોટો ગુનાહિત ભૂતકાળ સામે આવ્યો

ભરૂચના નેત્રંગમાં ૧૫મી ઓગસ્ટે થવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી સફેદ i20 કારના ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવવાનો પ્રયાસ કરતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કર્ણાટકમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ૩ સાગરીતોને ઝડપી પાડ્યા.

Breaking News : કર્ણાટકમાં જ્વેલર્સને ત્યાં ચોરી કરી ભાગતી આંતરરાજ્ય ગેંગને નેત્રંગ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી, આરોપીઓનો મોટો ગુનાહિત ભૂતકાળ સામે આવ્યો
| Updated on: Aug 16, 2026 | 8:05 AM
Share

ભરૂચ : રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટ નિમિત્તે પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસના પોલીસ ઇન્સ્પેકટર વી એસ વણઝારાની ટીમ દ્વારા થવા ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડેડિયાપાડા તરફથી આવી રહેલી એક સફેદ i20 કારના ચાલકે પોલીસને જોઈ બેરિકેડિંગ તોડી ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.

વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મળી મોટી સફળતા

પોલીસ ટીમે તાત્કાલિક કારનો પીછો કરી ઓવરટેક કરીને સામેથી આવતા વાહનોની મદદથી રસ્તો બ્લોક કર્યો હતો. ગાડી રોકાતા જ તેમાંથી ચાર શખ્સો ઉતરીને ભાગ્યા હતા જ્યારે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો એક શખ્સ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે થવા, મંડાળા, સેજપુર, ખરચીપાડા અને કરજણ નદીના પટ વિસ્તારમાં કોમ્બિંગ સર્ચ અને ડ્રોન કેમેરાની મદદથી ઓપરેશન ચલાવી ભાગેલા ચાર પૈકી વધુ બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

સ્કૂલ બેગમાંથી મળ્યા ચાંદીના ઘરેણાં અને મૂર્તિઓ

કારની તલાશી લેતાં વચ્ચેની સીટ પર પડેલા બે સ્કૂલ બેગમાંથી ચાંદી તથા જર્મન ધાતુના વિવિધ ઘરેણાં, ભગવાનની નાની-મોટી મૂર્તિઓ અને દીવાની થાંભલીઓ મળી આવી હતી. પકડાયેલા શખ્સો પાસે કોઈપણ પ્રકારના દસ્તાવેજો કે બિલ નહોતા. કડક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ તા. ૧૩/૦૮/૨૦૨૬ના રોજ રાત્રે કર્ણાટક રાજ્યના બેલાગવી જિલ્લાના કિટ્ટુર ખાતે આવેલી સોનીની દુકાનમાંથી આ મુદ્દામાલ ચોરી કર્યો હતો.

આરોપીઓનો મોટો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો

  • દિલીપસિંહ દેવીસિંહ રાવત (રહે. બ્યાવર, રાજસ્થાન) આ આરોપી વિરુદ્ધ રાજસ્થાનના નિમ્બાહેડા અને ભાદસોડામાં IPC 307 (હત્યાનો પ્રયાસ) અને પોલીસ પર હુમલાના ગુના તેમજ નીમચ (MP) અને ગંગરાર (રાજસ્થાન)માં NDPS એક્ટના ગુના નોંધાયેલા છે. તે રાજસ્થાનની ચિત્તોડગઢ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો.
  • નારસિંહ ઉર્ફે પવન જેન્તુસિંહ રાવત (રહે. અજમેર, રાજસ્થાન) આ આરોપી સામે રાજસ્થાનના આસીંદ પોલીસ સ્ટેશનમાં પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.
  • અર્જુનસિંહ શિવસિંહ રાઠોડ (રહે. મંદસૌર, મધ્યપ્રદેશ) આ આરોપી સામે પુર (રાજસ્થાન) અને પીપલીયા મંડી (MP)માં NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે.

નેત્રંગ પોલીસની પ્રસંશનીય કામગીરી

આ કામગીરીમાં વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ઝઘડિયા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. વણઝારા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.પી. પારેખની આગેવાનીમાં ટીમ તૈનાત કરવામાં આવી હતી . આ સમગ્ર સફળ કામગીરીમાં ફિલ્ડ સ્ટાફ તરીકે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાંતિભાઈ અને જેલીયાભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ, રવિન્દ્રભાઈ, જયસિંગભાઈ, અનિલભાઈ તથા કલ્પેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ચંપકભાઈ, કપુરભાઈ અને વિરભદ્રસિંહે ટીમવર્ક સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી .

Follow Us
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
g clip-path="url(#clip0_868_265)">