AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કારના ચોરખાનામાં છુપાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 901 બોટલ સાથે બુટલેગર ઝડપાયો

ભરૂચ : અંકલેશ્વર GIDC પોલીસે ભડકોદ્રા ગામના નોબલ માર્કેટ સ્થિત લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન ખાતે દરોડો પાડી મહીંદ્રા TUV 300 ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ગાડીમાં દારૂ છુપાવવા માટે અલગ-અલગ જગ્યાએ ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

Breaking News : કારના ચોરખાનામાં છુપાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 901 બોટલ સાથે બુટલેગર ઝડપાયો
| Updated on: Jul 21, 2026 | 12:47 PM
Share

ભરૂચ : અંકલેશ્વર GIDC પોલીસે ભડકોદ્રા ગામના નોબલ માર્કેટ સ્થિત લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન ખાતે દરોડો પાડી મહીંદ્રા TUV 300 ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ગાડીમાં દારૂ છુપાવવા માટે અલગ-અલગ જગ્યાએ ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

કારમાં ચોરખાના બનાવાયા હતા

પોલીસના જણાવ્યા મુજબ સફેદ કલરની મહીંદ્રા TUV 300 કારના આગળના અને પાછળના બમ્પર, વચ્ચેની સીટ નીચે તેમજ પાછળની બ્રેક લાઈટ પાસે ચોરખાના બનાવવામાં આવ્યા હતા. આ છુપી જગ્યાઓને સ્ક્રુ અને પાનાની મદદથી ખોલવામાં આવતી હતી. ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની કુલ 901 બોટલો મળી આવી હતી.

ચોરખાનામાંથી દારૂ કાઢતા બુટલેગર ઝડપાયો

દારૂનો જથ્થો બિનઅધિકૃત રીતે વેચાણ કરવાના હેતુથી ગાડીમાં ચોરખાના બનાવી તેમાં છુપાવી અંકલેશ્વર સુધી લાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. પોલીસની રેડ દરમિયાન કારમાંથી દારૂનો જથ્થો બહાર કાઢતા ભડકોદ્રાનો મોહમંદ કૈફ એઝાઝ અહમદ સૈયદ ઉંમર 25 વર્ષ રંગેહાથ ઝડપાયો હતો.

ડ્રાઇવર ચાવી લઇ ભાગી ગયો

જોકે, ગાડીનો ડ્રાઇવર અનવર સિપાઇ પોલીસ રેડ પહેલા જ ગાડીની ચાવી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગાડીની ચાવી ન હોવાથી રાત્રિના સમયે ક્રેનની મદદથી ચોરખાનાવાળી કારને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.

3 ને વોન્ટેડ જાહેર કરાયા

જપ્ત મુદ્દામાલમાં દારૂની કિંમત ₹1,67,586, મહીંદ્રા TUV 300ની કિંમત ₹5 લાખ અને મોબાઇલ મળી કુલ ₹6,72,586નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસ તપાસમાં એઝાઝ અહમદ સૈયદ, રાહુલ અને ડ્રાઇવર અનવરભાઇ સિપાઇની પણ ગુનામાં સંડોવણી સામે આવી છે જેમને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.

પોલીસથી બચવા માટે બુટલેગરો વાહનોના બમ્પર, સીટ નીચે, બ્રેક લાઈટ સહિતની છુપી જગ્યાઓમાં ખાસ ચોરખાના બનાવી દારૂનો જથ્થો સંતાડતા હોવાના કિસ્સા સમયાંતરે સામે આવે છે. આ ચોરખાના સામાન્ય રીતે બહારથી દેખાય નહીં તે રીતે બનાવવામાં આવે છે અને જરૂર પડે ત્યારે સ્ક્રુ તથા અન્ય સાધનોની મદદથી ખોલવામાં આવે છે. આવી રીતે વાહનના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી દારૂ છુપાવીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની તરકીબનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, પોલીસની સતર્કતા અને બાતમીના આધારે આવા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે.

Follow Us
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
g clip-path="url(#clip0_868_265)">