AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 16 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીની જયપુરમાંથી ધરપકડ, રાજસ્થાનમાં વેશ પલટો કરી પોલીસે આરોપીને શોધી કાઢ્યો

ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 16 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈને કાયદાની આંખમાં ધૂળ નાખતો રીઢો આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.

Breaking News : 16 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીની જયપુરમાંથી ધરપકડ, રાજસ્થાનમાં વેશ પલટો કરી પોલીસે આરોપીને શોધી કાઢ્યો
| Updated on: Aug 25, 2026 | 12:26 PM
Share
ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 16 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈને કાયદાની આંખમાં ધૂળ નાખતો રીઢો આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.

આરોપીની ઓળખ અને ફરાર થવાનો બનાવ શું હતો ?

વડોદરા વિભાગના આઈજીપી સંદીપસિંહ તથા ભરૂચ એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પોલીસે રાજસ્થાનના જયપુરમાં સઘન ઓપરેશન પાર પાડીને આ આરોપીની ધરપકડ કરી છે.ઝડપાયેલા આરોપીનું નામ રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર શ્યામસુંદર શર્મા ઉંમર ૫૮ વર્ષ છે જે મૂળ જયપુર રાજસ્થાનનો રહેવાસી છે.
આરોપી વર્ષ 2010માં પાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રાજસ્થાન પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આ સંદર્ભે પાલેજ પોલીસ સ્ટેશનમાં પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો અને તે લાંબા સમયથી જિલ્લાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને મોડસ ઓપરેન્ડી

આરોપી રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર સામાન્ય વેપાર-ધંધાની આડમાં આર્થિક છેતરપિંડી અને ગુનાખોરી આચરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી ફરાર થઈ જવું તેની પદ્ધતિ રહી છે.ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડનું ઓપરેશન અને મહેનતનાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત PSI આર.એસ. ચાવડાના નેતૃત્વમાં સ્કોર્ડની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનું નેટવર્ક સક્રિય કર્યું હતું.
આરોપી પોતાના વતન જયપુરમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં ભરૂચથી ટીમ જયપુર પહોંચી હતી. ત્યાં સ્થાનિક પરિસ્થિતિ વચ્ચે ટેકનિકલ વર્કઆઉટ કરી, ASI મગનભાઈ દોલાભાઈ, હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર, હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ અને કોન્સ્ટેબલ અનિલભાઈની ટીમે સફળતાપૂર્વક છાપો મારી આરોપીને દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ BNSS ૨૦૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે તેને પાલેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલો કુખ્યાત આરોપી રાહુલ શર્મા ૧૬ વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપાયો

16 વર્ષ સુધી પોલીસ અને કાયદાથી નાસતા ફરતા રીઢા આરોપીની આ ધરપકડ ભરૂચ પોલીસની સતર્કતા અને ટેકનિકલ નેટવર્કની મોટી સફળતા દર્શાવે છે. ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય કે ગમે તેટલા વર્ષો સુધી ઓળખ બદલીને છુપાયેલો રહે, પરંતુ અંતે કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી તે આ કેસ પરથી સાબિત થાય છે. પાલેજ પોલીસ દ્વારા હાથ ધરાનાર આગામી સઘન પૂછપરછમાં આરોપીના અન્ય આર્થિક ગુનાઓ અને છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.

Follow Us
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
g clip-path="url(#clip0_868_265)">