અંકલેશ્વર જીઆઇડીસીની કેમિકલ કંપનીના પ્લાન્ટમાં દીપડો ઘુસ્યો, વન વિભાગ દોડતું થયું
ભરૂચ જિલ્લામાં ઝગડીયા અને નેત્રંગમાં દીપડાની વધુ સંખ્યા છે. દીપડાઓના સ્થાનિક ગામોની સીમમાં નજરે પડવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. રહેણાંક વિસ્તારમાં આવી ચડતા દીપડા ક્યારેક પાલતુ પશુઓને શિકાર બનાવે છે જેમને ઝડપી પાડવા પાંજરા મુકવામાં આવે છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં પ્લાન્ટ માં દીપડો ઘુસી જતા દોડળધામ મચી હતી. પ્લાન્ટમાં સિલિન્ડર ગબડાવી દીપડો બહાર નીકળી ગયો હતો. જોકે આ પ્રકારની ઘટનાઓ ઔદ્યોગિક એકમમાં અકસ્માતની ઘટનાને અંજન આપી શકે તેમ હોવાથી તંત્ર દોડતું થયું હતું. દીપડાએ પ્લાન્ટમાં ગાર્ડ ઉપર પણ તરાપ મારવાની કોશિષ કરી હતી. સદનશીબે ગાર્ડ બચી ગયો હતો અને પ્લાન્ટ માંથી દીપડો દીવાલ કૂદીને બહાર તરફ ભાગ્યો હતો. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી.
કેમિકલ કંપનીના પ્લાન્ટમાં દીપડો નજરે પડ્યો
ઝઘડીયા ઔદ્યોગિક વસાહતમાં વારંવાર કંપનીમાં પ્રવેશતા દીપડાના વિડીયો અગાઉ વાયરલ થયા હતા. હવે અંકલેશ્વર જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં દીપડો પ્રવેશ્યો હોવાની ઘટના સામે આવી છે. જીઆઇડીસી અને જીતાલી ગામ નજીક અંકલેશ્વર – રાજપીપળા રેલ્વે લાઇન અડી ને મલ્ટી નેશનલ કેમિકલ કંપનીનું યુનિટ આવેલું છે.
ગત સાંજે કંપનીના પ્લાન્ટમાંથી સિલિન્ડર પડવાના અવાજ આવતા ગાર્ડ અવાજની દિશામાં તપાસ કરવા ગયો હતો. આ દરમ્યાન પ્લાન્ટની દીવાલ પર શિકારની ફિરાકમાં દીપડો બેઠો હતો. જો કે ગાર્ડ ને શિકાર બનાવવા જતા દિપડો જેવો ગાર્ડ તરફ કૂદયો કેહતો જોકે ગાર્ડને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. ગાર્ડ ત્યાંથી જીવ બચાવી ભાગ્યો હતો. દરમિયાન દીપડો પણ દીવાલ કૂદી કંપનીનીબહાર નીકળી ગયો હતો. આ ઘટના માં દીપડો જે પ્લાન્ટ માં હતો ત્યાં સીસીટીવીમાં કેદ થઇ જવા પામ્યો હતો. દીપડાની કંપનીમાં હાજરી અંગે કંપની મેનેજમેન્ટ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
સીસીટીવી વિડીયો તેમજ દીપડાના પંજાના નિશાન આધારે સ્થળ તપાસ કરી દીપડો કઈ દિશા તરફ ભાગ્યો હતો તે તરફ પાંજરા મુકવાની કવાયત શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવાની તજવીજ શરૂ કરી હતી.
ઝગડીયા અને નેત્રંગમાં દીપડાની વધુ સંખ્યા
ભરૂચ જિલ્લામાં ઝગડીયા અને નેત્રંગમાં દીપડાની વધુ સંખ્યા છે. દીપડાઓના સ્થાનિક ગામોની સીમમાં નજરે પડવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. રહેણાંક વિસ્તારમાં આવી ચડતા દીપડા ક્યારેક પાલતુ પશુઓને શિકાર બનાવે છે જેમને ઝડપી પાડવા પાંજરા મુકવામાં આવે છે અને દીપડાને ઝડપી પાડી માનવી અને પશુ બંને માટે સલામત સ્થળે મુક્ત કરવામાં આવે છે.