Husband Wife : શું પતિ-પત્નીએ એક થાળીમાં સાથે બેસીને જમી શકે?
29 Dec 2024
Credit: getty Image
આપણને ખોરાકમાંથી એનર્જી મળે છે. તેથી જ ધાર્મિક ગ્રંથોમાં ભોજન બનાવવા અને ખાવાના મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે.
ઘરની સુખ-શાંતિ માટે પતિ-પત્નીએ આ નિયમોનું પાલન કરવું જોઈએ.
પ્રેમમાં પતિ-પત્ની કેટલાક એવા કામ કરે છે જે પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સારું ન ગણી શકાય. આવું જ એક કામ પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ખાવાનું છે.
ધર્મમાં અને વાસ્તુશાસ્ત્રમાં પણ પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ભોજન લેવું સારું માનવામાં આવતું નથી. આવું કરવાથી પરિવારની સુખ-સમૃદ્ધિ પર નેગેટિવ ઈફેક્ટ પડે છે.
મહાભારતમાં જણાવ્યા મુજબ જ્યારે ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર હતા ત્યારે ભગવાન કૃષ્ણે પાંડવોને તેમની પાસે જ્ઞાન મેળવવા માટે મોકલ્યા હતા.
ભીષ્મ પિતામહે પતિ-પત્નીને એક જ થાળીમાં ખાવું ન જોઈએ તેવું પણ જણાવ્યું હતું. આમ કરવાથી પરિવાર અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ શકે છે.
પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ખાવાનું સારું છે પ્રેમ પણ વધે છે પરંતુ પરિવાર માટે સારું નથી. જ્યારે પરિવાર સાથે હોય ત્યારે એક થાળીમાં ન જમવું જોઈએ.
આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે, પરંતુ પતિના મનમાં માત્ર પત્નીનો પ્રેમ જ સર્વોચ્ચ હોય છે, તે તેને પરિવારના અન્ય સભ્યોથી દૂર કરી દે છે.
આવી સ્થિતિમાં પતિ સાચા-ખોટાની સમજ ગુમાવી બેસે છે. તે દરેક બાબતમાં પત્નીને મહત્વ આપવા લાગે છે. જેના કારણે ઘરની સુખ-શાંતિ છીનવાઈ જાય છે.
એટલા માટે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આખા પરિવારે સાથે બેસીને ભોજન કરવું જોઈએ. તેનાથી ઘરના તમામ સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. (Disclaimer : આ જાણકારી મળતી માહિતી મુજબ આપવામાં આવી છે. Tv9 ગુજરાતી આ માહિતીની પુષ્ટી કરતું નથી.)