પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં પૂર્વે ધ્યાનમાં રાખજો આ બાબતો

આ વર્ષે  કોરોના કાળના લીધે સોમનાથ દાદાના દર્શન માટે જતાં પૂર્વે તેના બદલાયેલા નિયમો પણ જાણી લેવા જરૂરી છે. સોમવાર 09 ઓગષ્ટથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મંદિરમાં પ્રવેશ પૂર્વે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં પૂર્વે ધ્યાનમાં રાખજો આ બાબતો
before going to somnath mahadev in the holy month of shravan keep these things in mind
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 3:59 PM

ગુજરાત(Gujarat ) માં સોમવારથી શ્રાવણ(Sravan )મહિનાની શરૂઆત થવા જઇ રહી છે. જેમાં આ વર્ષે કોરોનાની બીજી લહેર બાદ કોવિડ ગાઈડલાઇન અંતર્ગત તમામ મંદિરો ખોલવામાં આવ્યા છે. તેમજ શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગ સોમનાથ(Somnath) માં ભાવિકોનો પ્રવાહ વધશે તે સ્વાભાવિક છે.

જો કે આ વર્ષે  કોરોના કાળના લીધે સોમનાથ દાદાના દર્શન માટે જતાં પૂર્વે તેના બદલાયેલા નિયમો પણ જાણી લેવા જરૂરી છે. સોમવાર 09 ઓગષ્ટથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મંદિરમાં પ્રવેશ પૂર્વે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. જેની સોમનાથ મંદિર ટ્રસ્ટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અંતર્ગત હવે મંદિરમાં પ્રવેશ કરતાં પૂર્વે દર્શન પાસ લેવો ફરજિયાત છે. જેના માધ્યમથી મંદિર અંદર એકત્ર થનારી લોકોની સંખ્યા નિયંત્રિત કરી શકાશે.

આ ઉપરાંત ભીડ પર નિયંત્રત  રાખવા  માટે આરતી દરમ્યાન ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં શ્રાવણ મહિના દરમ્‍યાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ વખત થતી આરતીમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. જ્યારે સોમનાથ દાદાના દર્શન માટે ઓનલાઇન અથવા ઓફ લાઇન પાસ મેળવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જેમાં પવિત્ર શ્રાવણ મહિના દરમ્યાન સોમવાર તથા તહેવારના દિવસોમાં દર્શનનો સમય સવારે 4-00 થી 6-30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30, અને સાંજે 7-30 થી રાત્રે 10-00 નો રહેશે. બાકીના અન્ય દિવસોમાં મંદિર ખુલવાનો સમય સવારે 5-30 થી 6-30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30, અને સાંજે 7-30 થી રાત્રે 10-00 નો રહેશે.

સોમનાથ મંદિરમાં શ્રાાવણ માસના ઉત્સવનો પ્રારંભ તા.9-08-21 શ્રાાવણ સુદ એકમને સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.6-09-21 શ્રાાવણ વદ અમાસને સોમવારે થશે. જ્યારે શ્રાવણ માસ દરમ્‍યાન સોમનાથ મહાદેવને દરરોજ જુદા જુદા શણગાર સાથેના દર્શન થઈ શકશે.

આ પણ વાંચો :  માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?

આ પણ વાંચો :  અહીં છે ભારતનું રહસ્યમય સરોવર, અહીં જતો વ્યક્તિ ક્યારેય પણ પરત ફરતો નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">