AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?

રામાયણ અને રામાયણની ભૂમિકા પર ઘણી ફિલ્મો બનવા જઈ રહી છે. જેમાં મોટી મોટી અભિનેત્રીઓનું નામ સામે આવી રહ્યું છે. ચાલો જાણીએ કે કોણ કઈ ફિલ્મમાં માતા સીતાનો રોલ કરવા જઈ રહ્યું છે.

માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 2:48 PM
Share

બોલિવૂડમાં આપણને દરેક સ્વાદની ફિલ્મો જોવા મળી છે. જો કે, બોલીવૂડ રામાયણ તેમજ અન્ય પૌરાણિક કથાઓને પોતાની શૈલીમાં રજૂ કરે છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઉદ્યોગની મોટી હિરોઈનો માતા સીતાનું પાત્ર ભજવવા જી રહી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આ હિરોઈનો દીપિકા ચીખલાની જેમ માતા સીતાના પાત્રને ન્યાય આપી શકશે કે કેમ?

આલિયા ભટ્ટ

ફિલ્મ ઉદ્યોગની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ (Alia Bhatt) ટૂંક સમયમાં એસએસ રાજામૌલીની ફિલ્મ RRR માં સીતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ એક ભવ્ય ફિલ્મ બનવા જઈ રહી છે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા સાથે અજય દેવગન, રામ ચરણ અને જુનિયર એનટીઆર પણ જોવા મળશે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણને (Deepika Padukone) લઈને મોટા અહેવાલ છે કે અભિનેત્રી એક નહીં પરંતુ 2 ફિલ્મોમાં માતા સીતાનો રોલ કરવા જઈ રહી છે. અહેવાલ અનુસાર રામાયણ નામની ફિલ્મ કે જેને નિતીશ તિવારી નિર્દેશ કરી રહ્યા છે. તેના માટે દીપિકાને માતા સીતાના રોલની ઓફર આવી છે. ઉપરાંત Sita: The Incarnation માં પણ દીપિકા સીતાનો રોલ કરશે એવા અહેવાલ છે.

કરીના કપૂર

Sita: The Incarnation આ ફિલ્મ માટે કરીના કપૂર ખાનનું (Karina Kapoor) નામ પણ અફવાઓમાં છે. કરીના વિશે એવા સમાચાર છે કે મેકર્સે તેને આ ફિલ્મ ઓફર કરી હતી. જોકે કરીનાએ સીતાની ભૂમિકા ભજવવા માટે 12 કરોડ રૂપિયા માંગ્યા છે.

કૃતિ સેનન

કૃતિ સેનન (Kriti Sanon) પણ માતા સીતાનો રોલ કરવા જઈ રહી છે. કૃતિને ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ માટે સીતાનો રોલ ઓફર થયો છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામનો રોલ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ સૈફ અલી ખાન રાવણની બૂમિકા ભજવશે.

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર (Mrunal Thakur) મલયાલમ અભિનેતા દુલ્કર સલમાનની ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. હનુ રાઘવપુડી આ ફિલ્મનું નિર્દેશન કરશે.

આ પણ વાંચો: રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યો ખુલાસો, ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે સોનમ કપૂરે લીધી હતી માત્ર આટલી ફી

આ પણ વાંચો: તારક મહેતાની બબીતાએ અમદાવાદમાં માણ્યો ગુજરાતી થાળીનો સ્વાદ, અંબાજીમાં કર્યા દર્શન, જુઓ તસ્વીરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">