
આગામી મહિનાથી ગુજરાતમાં ચોમાસુ શરુ થશે. આ પહેલા ઉનાળા દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠા વરસ્યા છે. તો વળી ઉનાળાની શરુઆતે અનેક વિસ્તારોમાં ભારે કરા પણ વરસ્યા છે. આ માટે અગાઉથી હવામાન નિષ્ણાંતોઓએ અગાઉથી જ આગાહીઓ કરી હતી. અનેકવાર હવામાન નિષ્ણાંતોએ કરેલી આગાહી મુજબ કમોસમી વરસાદ કે ચોમાસાનો વરસાદ વરસ્યો છે. આ વચ્ચે અનેકવાર સવાલ એ પણ થાય કે, આધુનિક યુગ અને હવામાન વિભાગ હોવા છતાં હવામાન નિષ્ણાંતો કેવી રીતે સચોટ આગાહી કરતા હશે? હવામાન નિષ્ણાંતો પાસે કુદરતે આપેલી સૂઝ અને તેમના અનુભવના આધારે કરવામાં આવતા અવલોકનના આધારે તેઓ સચોટ આગાહી કરતા હોય છે. અનેકવાર ખરા ઉનાળાની ગરમી કે ઠંડીના સમયમાં પણ વરસાદની આગાહી સાંભળવા મળે છે. ખેડૂતોથી લઈ સૌ કોઈ આગાહીને લઈ ચિંતા અનુભવતા હોય છે. જોકે અગાઉથી આગાહીને લઈ વરસાદથી થનારા નુક્સાનને ટાળવામાં મદદ મળતી હોય છે. એટલે વરસાદ વરસવાના દાવા કરનારા હવામાન નિષ્ણાંતો પ્રત્યે ખેડૂતો સહિત સૌનો વિશ્વાસ વધતો જતો હોય છે. હવામાન નિષ્ણાંતો કેવી રીતે કરે છે...
Published On - 8:45 pm, Sat, 4 May 24