Banaskantha : હવે બાળકો ગેમ સાથે જ્ઞાન પણ મેળવશે ! પાલનપુરના વિદ્યાર્થીએ બનાવી ગજબની મોબાઈલ ગેમ

યશે માત્ર એક મહિનાની મહેનતમાં માર્યો જેવી ગેમ બનાવી છે. ગેમમાં ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે જો સાચા જવાબ આપીએ તો આગળ વધીએ. આમ વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત, વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે.

Banaskantha : હવે બાળકો ગેમ સાથે જ્ઞાન પણ મેળવશે ! પાલનપુરના વિદ્યાર્થીએ બનાવી ગજબની મોબાઈલ ગેમ
yash inventory mobile game for kids
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 1:42 PM

બનાસકાંઠાની પાલનપુર વિદ્યામંદિર શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતા યશ નામના વિદ્યાર્થીના મમ્મી પપ્પાએ ઘરે મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા ટેકનિકલ એક્સપર્ટ પાસે પહોંચ્યો અને તેની વાત સાંભળ્યા બાદ ટેકનીકલ એક્સપર્ટ હિતેન ભાઈએ બાળકને મોબાઇલમાં ગેમ રમવાને લઈ જાતે ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો. જે ગેમમાં ભણવાનું પણ આવી જાય, જેથી યશે માત્ર એક મહિનાની મહેનતમાં માર્યો જેવી ગેમ બનાવી છે. ગેમમાં ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે જો સાચા જવાબ આપીએ તો આગળ વધીએ, આમ વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત, વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે.

મમ્મી- પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડી

આપને જણાવી દઈએ કે, આ પહેલા વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા યશે શાળા મિત્રોની મદદથી મેક્સ ટોલ ડ્રાઇવર એલર્ટ સિસ્ટમ બનાવી હતી, જેમાં વાહન ચાલાક ચશ્માં પહેરીને વાહન હંકારે તો તેને ઊંઘ અથવા જોકું આવે તો તે ચશ્માં એલર્ટ કરી દે છે અને હવે મમ્મી- પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા તેણે અનોખ ગેમ બનાવી છે.

ગેમ બનાવનાર વિદ્યાર્થી યશે જણાવ્યું હતું કે, ઘરે મમ્મી- પપ્પા ગેમ રમવા દેતા નથી. આ બતે મેં અમારા સાયન્સ ક્લબના સર સાથે ચર્ચા કરી. સરે મને કહ્યું કે તૂ એક એવી ગેમ બનાવ જેમાં રમવાની સાથે- સાથે ભણવાનું પણ થઈ જાય. જેથી મને આઇડિયા આવ્યો કે ગેમની સાથે ખજાનો મેળવવા જઈએ તો તેમાં સાયન્સ ના પ્રશ્નો ગણિતના પ્રશ્નો આવે જેથી એવી ગેમ બનાવી એ તો મમ્મી પપ્પા પણ ગેમ રમવાની ના ન પાડે. યશે જણાવ્યું હતું કે જયારે આપણે ગેમમાં ખજાનો લેવા જઈએ ત્યારે પ્રશ્ન પુછવામાં આવે છે, જો જવાબ આપીએ તો ચાવી મળે અને આગળ વધીએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળશે

વિદ્યામંદિરમાં ટેક્નિકલ એક્સપર્ટ તરીકે કામ કરતા હિતેનભાઈ એ જણાવ્યું હતું કે મારી પાસે ધોરણ 7 માં ભણતો એક પ્રોબ્લેમ લઈને આવ્યો હતો.  સર ગેમ રમવાથી ક્રિએટીવીટી તો વધે છે પરંતુ મમ્મી પપ્પા ગેમ રમવા નથી દેતા આના માટે શું કરી શકાય. બાદમાં તેણે એક મહિનાની મહેનતમાં સરસ ગેમ બનાવી છે જેમાં તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત પણ મળે છે.

(વીથ ઈનપૂટ- અતુલ ત્રિવેદી, બનાસકાંઠા)

g clip-path="url(#clip0_868_265)">