Video: બનાસકાંઠામાં પાલનપુર અને વડગામના 13 ઓવરબ્રિજ પર તંત્ર લાઈટ નાખવાનું ભૂલી જતા વધ્યો અકસ્માતનો ખતરો

Banaskantha: પાલનપુર અને વડગામના 13 ઓવરબ્રિજ પર તંત્ર લાઈટ નાખવાનું ભૂલી જતા અકસ્માતનો ખતરો વધ્યો છે. લાઈટ ન હોવાથી અહીં ચોરી લૂંટના બનાવો પણ વધ્યા છે. તો બીજી તરફ ઓવરબ્રિજ પર ફુટપાથની પણ માગ ઉઠી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 11:42 PM

રાજય સરકારે કરોડોના ખર્ચે બનાસકાંઠામાં નવા ઓવરબ્રિજના લોકાર્પણ કરી વાહવાહી મેળવી લીધી. પરંતુ પાલનપુર અને વડગામના 13 ઓવરબ્રિજ પર તંત્ર લાઈટ નાખવાનું જ ભૂલી જતા ઓવરબ્રિજ પર અકસ્માતનો ખતરો વધ્યો છે. ધારીવાડા, છાપી, તેનીવાડા, સેદરાસણ, પાલનપુર, ડીસા અને ધાનેરા સહિત બનાસકાંઠાના બ્રિજ પર લાઈટ ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે.

લાઈટ ન હોવાથી ચોરી-લૂંટના બનાવો વધ્યા હોવાની સ્થાનિકોની રાવ

સાથે ચોરી અને લૂંટના બનાવો પણ બને છે. જેથી લોકોએ તાત્કાલિક ધોરણે લાઈટ અને ફૂટપાથની વ્યવસ્થાની માગ કરી હતી. બીજી તરફ લાઈટની સાથે તંત્ર બ્રિજ પર ફૂટપાથ ન બનાવતા લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

આ તરફ કોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યુ કે બ્રિજ પર લાઈટ ન હોવાની અમને ફરિયાદ મળી છે. વહીવટી તંત્ર અને રેલવે વિભાગ લોકોના સુખાકારીના હિતમાં તાત્કાલિક ધોરણે કામ કરે અને જો ટુંક સમયમાં લાઈટની સુવિધા ઉભી નહીં કરે તો આગામી સમયમાં કોંગ્રેસ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરશે. બીજી તરફ પાલનપુરના ભાજપના ધારાસભ્યએ પણ બ્રિજ પર લાઈટ ન હોવાની વાતનો સ્વીકાર કર્યો અને લોકોને જલ્દી લાઈટની સુવિધા મળે તેવી શાસક પક્ષના પ્રતિનિધિએ બાંહેધરી આપી હતી.

આ પણ વાંચો: Video : બનાસકાંઠા દાંતાના નાગેલ ગામે વ્યાજખોરે યુવક પર હિંસક હુમલો કરવાનો આરોપ

જ્યારે બનાસકાંઠાના ધાનેરામાં નગરપાલિકા કચેરીનું 2 કરોડ 60 લાખ રૂપિયાનું વીજ બીલ ભરવાનું બાકી હતું. આ મુદ્દે નગરપાલિકાને વારંવાર નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે વીજ જોડાણ કાપી દેવાયુંમાં આવ્યુ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">