Banaskantha: પ્રાથમિક શાળામાં ફરજમાં ગુલ્લી મારતા 44 શિક્ષકોને નોટિસ ફટકારાઈ

દાંતા તાલુકાની આઠ સ્કૂલના 32 શિક્ષક અને વડગામ તાલુકાની ત્રણ સ્કૂલના 12 શિક્ષક મળી કુલ 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ ગયા હતા.

Banaskantha: પ્રાથમિક શાળામાં ફરજમાં ગુલ્લી મારતા 44 શિક્ષકોને નોટિસ ફટકારાઈ
notices were issued to 44 teachers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 3:36 PM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના છેવાડાના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓ (primary school) માં બાળકોને શિક્ષણ આપવાના સમયે કેટલાક શિક્ષકો (teachers) ગુલ્લી મારતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે જેના પગલે આજે જિલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક ચેકીંગ ધરતા વડગામ અને દાંતા તાલુકાની વિવિધ 11 શાળાના 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ જતાં આ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈ ફરજમાં લાપરવાહી દાખવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીના સર પ્રાઈઝ ચેકીંગમાં શિક્ષકોની અનિયમિતતા સામે આવી

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકો ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા હોય તેમજ ફરજ પર અનિયમિત હાજર રહી અને ફરજમાં ગુલ્લી મારતા હોઈ તેની અસર બાળકો પર પડતી હોય છે જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે દાંતા તેમજ વડગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું જેમાં દાંતા તાલુકાની આઠ સ્કૂલના 32 શિક્ષક અને વડગામ તાલુકાની ત્રણ સ્કૂલના 12 શિક્ષક મળી કુલ 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ જતા આ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે જેને લઈ ફરજ પ્રત્યે બેદરકાર શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

અગાઉ પણ જિલ્લા શિક્ષણ અધિકારીના ચેકીંગમાં ગુલ્લી મારતા શિક્ષકોને નોટીસો ફટકારી હતી

બનાસકાંઠાના અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાં મોટેભાગે શિક્ષકો અપડાઉન કરતા હોય છે અને જેને લઈને ફરજમાં અનિયમિતતા સામે આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં છાસવારે શાળાઓને તાળાબંધી પણ થાય છે તેમાં ક્યાંક શિક્ષકો પ્રત્યેનો અસંતોષ પણ હોય છે ત્યારે શિક્ષણની નિયમિતતા સુધારવા અને શિક્ષણનું માળખું સુધારવા જિલ્લા શિક્ષણ અધિકારી વારંવાર સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરીને અનિયમિત શિક્ષકોને નિયમિત કરવાના પ્રયાસ કરે છે. જોકે અગાઉ પણ છેલ્લા છ માસમાં 80 થી વધુ શિક્ષકોને અનિયમિત રહેવાને બદલે નોટીસો ફટકારાઈ છે. આમ છતાં અલગ અલગ સ્કૂલોમાં

આ પણ વાંચો

કઈ શાળાના શિક્ષકોને નોટિસ ફટકારાઈ

  1. છનિયાણા પ્રા. શાળા વડગામ
  2. પરખડી પ્રા. શાળા વડગામ
  3. ઓડપૂરા (છનીયાણા) પ્રા. શાળા વડગામ
  4. વડવેરા(૨)પ્રા. શાળા દાંતા
  5. વદ્રમાળ પ્રા. શાળા દાંતા
  6. રૂપવાસ પ્રા. શાળા દાંતા
  7. જૂફાળી પ્રા. શાળા દાંતા
  8. મણવા પ્રા. શાળા દાંતા
  9. વડનાર પ્રા. શાળા દાંતા
  10. કુવારસી પ્રા. શાળા દાંતા
  11. તળેટી પ્રા. શાળા દાંતા

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">