Kheda: ગુજરાતમાં પાલિકાની મિલ્કત જપ્તીનો પહેલો બનાવ, નગરપાલિકાની મિલકત કોન્ટ્રાક્ટરે જપ્ત કરી

ખેડા નગરપાલિકામાં વર્ષ 2009માં વિકાસના કામો કરનાર કોન્ટ્રાક્ટરની પાલિકાએ ડિપોઝિટ પરત આપી ન હતી. જેથી સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટના આદેશને લઈ આજે કોન્ટ્રાક્ટરે પાલિકાની મિલ્કતો જપ્ત કરી લીધી છે.

Kheda: ગુજરાતમાં પાલિકાની મિલ્કત જપ્તીનો પહેલો બનાવ, નગરપાલિકાની મિલકત કોન્ટ્રાક્ટરે જપ્ત કરી
Kheda municipal property
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 1:05 PM

ગુજરાત (Gujarat) માં પાલિકાની મિલ્કત જપ્તીનો પહેલો બનાવ ખેડા (Kheda) નગરપાલિકા (municipality) માં બનતા નગરજનો અને પાલિકામાં આશ્ચર્ય ફેલાયું છે. ખેડા નગરપાલિકામાં વર્ષ 2009માં વિકાસના કામો કરનાર કોન્ટ્રાક્ટરની પાલિકાએ ડિપોઝિટ પરત આપી ન હતી. જેથી સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટના આદેશને લઈ આજે કોન્ટ્રાક્ટરે પાલિકાની મિલ્કતો જપ્ત કરી લીધી છે.

ખેડા શહેરમાં સરફેશ વોટર સ્કીમ અંતર્ગત કરોડોના ખર્ચે યોજનાને વર્ષ 2009માં મંજૂર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ નાણાં ચૂકવવામાં આંખ આડા કાન કર્યા હતા. અંદાજિત 48 લાખ જેટલી લેણી નીકળતી રકમ મેળવવા પાલિકાથી કલેક્ટર અને કલેક્ટરથી ગાંધીનગરના ધક્કા ખાનાર કોન્ટ્રાક્ટરે આખરે કોર્ટનું શરણ લીધું હતું. જેમાં કોર્ટ દ્વારા ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે ખેડા પાલિકાની મિલકત જપ્તી માટે ઓર્ડર કર્યો હતો અને કોર્ટના કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટર ત્રણ આઈસર લઈને પાલિકાનો સામાન લેવા માટે આવી પહોંચ્યા હતાં.

કોર્ટના હુકમ પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાની મિલ્કતો જપ્ત કરવામાં આવતા પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે કોર્ટમાંથી જપ્તીનો હુકમ આવતા અમે સહયોગ આપ્યો છે અને અમે ઉપલી કોર્ટમાં અપીલ પણ દાખલ કરી દીધી છે. જેનો નંબર 166/સીએમએ છે.અને ખેડા પાલિકા વિસ્તારના નાગરિકોને સુવિધામાં કોઈ અડચણ નહિ પડવા દઈએ..

આ પણ વાંચો

કોર્ટના આદેશથી ખેડા નગરપાલિકાની મિલ્કતો કોર્ટ દ્વારા જપ્ત થતા આગામી દિવસોમાં નાગરિકો ખેડા પાલિકામાં ખુરશી વગર બેસસે ક્યાં. કર્મચારીઓ ટેબલ ખુરસી પંખા વગર કઈ રીતે કામ કરશે અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ખેડા નગરપાલિકા કેવા પ્રયાસો કરે છે તે જોવું રહ્યું.

આ અગાઉ દહેગામ નગરપાલિકાની મિલકત પણ જપ્ત થતાં રહી ગઈ હતી

ગાંધીનગરની દહેગામ નગરપાલિકાએ 1997માં કરાવેલી કામગીરીનું 1 લાખ 87 હજારનું બિલ ન ચૂકવતાં કોન્ટ્રાક્ટરે કોર્ટનો આશરો લીધો હતો. જેને લઇ કોર્ટે નગરપાલિકાને બિલ ચૂકવવા આદેશ કર્યો હતો. જો પાલિકા દ્વારા એક મહિનાની અંદર બિલ ચુકવણી કરવામાં ન આવે તો પાલિકાની મિલકત જપ્તીનો હુકમ કર્યો હતો. કોર્ટે આપેલી એક માસની મુદત પૂર્ણ થતા કોન્ટ્રાક્ટર તેમજ કોર્ટના માણસો મિલકત જપ્ત કરવા માટે નગરપાલિકા ગયા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા વધુ 10 દિવસની મુદત માગવામાં આવતા મિલકત જપ્તીની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">