AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: શું RCB રમ્યા વિના જ બહાર થઈ જશે? ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વરસાદનો ખતરો

IPL 2024માં વરસાદે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. અત્યારે ગુજરાત અને કોલકાતાની ટીમો જ તેના ફાયદા અને ગેરફાયદા જાણે છે. પરંતુ, હવે ધોની અને વિરાટની ટીમને પણ આનો અનુભવ થશે એવા સંકેત મળી રહ્યા છે. 18મી મેના રોજ CSK અને RCB વચ્ચે રમાનાર મેચમાં વરસાદ પાડવાની શક્યતા છે.

IPL 2024: શું RCB રમ્યા વિના જ બહાર થઈ જશે? ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વરસાદનો ખતરો
dhoni & virat
| Updated on: May 14, 2024 | 6:59 PM
Share

IPL 2024 ના પ્લેઓફની રેસ ભારે રોમાંચક તબક્કમાં પહોંચી છે, અને હવે તેમાં વરસાદ પણ મસાલો ઉમેરી રહ્યો છે. 13 મેના રોજ અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. હવે બેંગલુરુમાં પણ આવું જ કંઈક થવાની શક્યતા છે, જ્યાં 18મી મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે.

વરસાદના કારણે ગુજરાત-કોલકાતાની મેચ રદ્દ

અમદાવાદમાં KKR અને GT વચ્ચેની મેચમાં શું થયું તે આપણે સૌએ જોયું. વરસાદના કારણે મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. પરિણામે ગુજરાત ટાઈટન્સની પ્લેઓફ રમવાની બાકી રહેલી આશાઓ પણ ઠગારી નીવડી હતી. સાથે જ એ પણ સુનિશ્ચિત થયું કે કોલકાતા નાઈટ રાઈડર્સને ટોપ-2 સ્થાન પરથી હવે કોઈ હટાવી શકશે નહીં.

CSK-RCB મેચમાં વરસાદ પડે તો શું?

હવે સવાલ એ છે કે જો CSK અને RCB વચ્ચેની મેચમાં વરસાદ પડે તો શું થશે? પોઈન્ટ ટેબલમાં CSKના 13 મેચ બાદ 14 પોઈન્ટ છે. જ્યારે RCBના 13 મેચ બાદ 12 પોઈન્ટ છે. બેંગલુરુમાં 18 મેના રોજ રમાનાર મેચ આ બંને ટીમોની છેલ્લી ગ્રુપ મેચ હશે. આવી સ્થિતિમાં જીત અને હાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ, જો આ મેચ વરસાદને કારણે નહીં થાય તો બંને ટીમોને પોઈન્ટ વહેંચવાની ફરજ પડશે. તે સ્થિતિમાં, ગ્રૂપ સ્ટેજની તમામ મેચો રમ્યા પછી, CSKના 15 પોઈન્ટ અને RCBના 13 પોઈન્ટ થઈ જશે.

મેચ રદ્દ થાય તો RCB બહાર

હવે તેની અસર શું થશે? આનો અર્થ એ થશે કે ચેન્નાઈ સુપર કિંગ્સની આકાંક્ષાઓને હજુ પણ બરબાદ થવાથી બચાવી શકાય છે. મતલબ કે તેઓ પ્લેઓફમાં પહોંચી શકે છે. પરંતુ, RCBનો મામલો અટકી શકે છે. મતલબ કે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે.

વરસાદથી LSG અને SRH મેચોનું મહત્વ વધશે

જો લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના પ્રદર્શન પર નજર કરીએ તો પ્લે-ઓફની રેસમાં રહેલી આ બંને ટીમોએ ગ્રુપ સ્ટેજમાં હજુ 2-2 મેચ રમવાની છે. હવે જો આ ટીમો તેમની આગામી બે મેચ જીતશે તો તેઓ CSK અને RCB બંનેની રમત બગાડશે. મતલબ કે, તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર કરીને તેમનું સ્થાન નિશ્ચિત કરશે. કારણ કે ત્યારબાદ તેમના પોઈન્ટ CSK અને RCB કરતા વધુ હશે. પરંતુ, જો તેઓ એક મેચ હારશે અને 1 જીતશે તો પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની જશે.

આ પણ વાંચો : IPL 2024: હાર્દિક પંડ્યા પર સવાલ ઉઠાવનારાઓને ગૌતમ ગંભીરે આપ્યો જવાબ, આ 2 દિગ્ગજોને સૌથી ખરાબ કેપ્ટન કહ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">