Banaskantha : દાંતીવાડા અને સીપુ ડેમ ખાલીખમ હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની
બનાસકાંઠાના દાંતીવાડા(Dantiwada) તાલુકામાં ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે સિંચાઇનું પાણી ન મળતા અત્યારે ઉનાળો બાજરીનો પાક પણ સૂકાઇ રહ્યો છે.. ત્યારે ખેડૂતોને પ્રશ્ન સતાવે છે કે પાણી ન હોવાથી ખેતી અને પશુપાલન પણ નથી થઈ શકતું અને જેને લીધે સામાજિક અને આર્થિક વ્યવહારો પણ નથી સચવાતા
ગુજરાતના બનાસકાંઠામાં (Banaskantha) પાણીની સમસ્યા(Water Crisis)વિકટ બની છે. છેલ્લા બે વર્ષથી વરસાદ નહીંવત થતાં જિલ્લાના જળાશયો(Dam)પણ ખાલીખમ છે. મહત્વની બાબત એ છે કે દાંતીવાડા તાલુકામાં દાંતીવાડા અને સીપુ ડેમ હોવા છતાં ખેડૂતોના ખેતર વેરાન પડ્યા છે અને જગતનો તાત કુદરતને ભરોસે વરસાદની રાહ જોઈ રહ્યા છે.દાંતીવાડા તાલુકામાં દાંતીવાડા અને સીપુ આ બંને જળાશયો હોવા છતાં દાંતીવાડા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી છે.. ગત વર્ષે ચોમાસુ નબળું હોવાના કારણે વરસાદ પણ નહીંવત થયો હતો અને જેને કારણે જળાશયો પણ ખાલીખમ છે.. દાંતીવાડામાં સીપુ અને દાંતીવાડા ડેમની નજીક આવેલા ખેતરોમાં જ બોરના પાણીના તળ નીચા છે..200 થી 1000 ફૂટ તળ નીચે ગયા છે.. ત્યારે સિંચાઇનું પાણી ન મળતાં ખેડૂતો અને ખેતી કેવી રીતે કરવી અને પશુપાલન પણ કેવી રીતે નિભાવવું એ પણ એક વિકટ પ્રશ્ન બની ગયો છે.
પાણી ન હોવાથી ખેતી અને પશુપાલન પણ નથી થઈ શકતું
દાંતીવાડા તાલુકામાં ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે સિંચાઇનું પાણી ન મળતા અત્યારે ઉનાળો બાજરીનો પાક પણ સૂકાઇ રહ્યો છે.. ત્યારે ખેડૂતોને પ્રશ્ન સતાવે છે કે પાણી ન હોવાથી ખેતી અને પશુપાલન પણ નથી થઈ શકતું અને જેને લીધે સામાજિક અને આર્થિક વ્યવહારો પણ નથી સચવાતા એક તરફ પાણીના તળ ઉંડા ગયા છે.. તો બોર બનાવવાનો ખર્ચ પણ પાંચથી સાત લાખ રૂપિયા લાગે છે.. ત્યારે ખેડૂતોને પાણી ન હોવાના કારણે આ ખર્ચ પણ માથે પડે એવી પરિસ્થિતિ છે.. ત્યારે દાંતીવાડા તાલુકાના ખેડૂતોનો એક જ આધાર છે કે કુદરત મહેરબાન થાય અને વરસાદ વરસાવે છે.
સરકાર પણ દાંતીવાડા પંથકના ખેડૂતોને પાણી આપવાના પ્રયત્નો કરે છે.. ચાંગા પંપીંગ સ્ટેશનથી દાંતીવાડા ડેમમાં દોઢ માસથી પાણી ચાલુ કરાયું છે.. ત્યારે સીપુ માટે પણ સરકારે નર્મદાના પાણીની પાઈપલાઈન માટેની યોજના તૈયાર કરી છે..જોકે અત્યારે તો પરિસ્થિતિ એ છે કે જળાશયમાં પાણી ન હોવાને કારણે ખેડૂતો બેહાલ છે.
સરકારી યોજનાઓ માત્ર કાગળ પર છે જોકે સરકાર માટે દાંતીવાડા અને સીપુ ડેમમાં નર્મદાનું પાણી નાખવું મુશ્કેલ નથી.. પરંતુ એક પ્રકારે ખેડૂતોની ઉપેક્ષા કરાઈ એવું વર્તનનો પણ આક્ષેપ છે.. ત્યારે પાણીના તળ પણ નીચા ગયા છે અને ખેડૂતો પશુપાલન અને અન્ય ખેતીની બાબતો સાચવી શકે પણ તેમ નથી.. જેને લઇને ખેડૂતો પરેશાન છે સરકારને વિનંતી કરી રહ્યા છે કે નર્મદાની પાઇપલાઇન દ્વારા સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી નાખવામાં આવે તો ખેડૂત બચી શકે
ગત વર્ષે ચોમાસુ નબળું હોવાના કારણે જિલ્લાના જળાશયો પણ ખાલીખમ છે.. ત્યારે દાંતીવાડા પંથકના ખેડૂતોની હાલત પણ કફોડી છે.પાણી વગર તેમના ખેતરો પણ રણ સમાન છે.. ત્યારે ખેડૂતોને હવે કુદરત પર ભરોસો છે અને કુદરત ક્યારે વરસાદ વરસાવે છે તેના પર ખેડૂતોની આધાર છે.
( With Input Atul Trivedi, Banaskantha )