પાંથાવાડાની શાળાએ અનેક ગણી ફી વસૂલતા આચાર્ય, સંચાલક અને શિક્ષકને ACBએ છટકું ગોઠવી ઝડપ્યા, જુઓ

|

Jun 07, 2024 | 5:35 PM

શિક્ષકો અને શાળા સંચાલકોએ પણ શિક્ષણને વેપલો કરી દીધો હોય એવી સ્થિતિ છે. આવી જ રીતે નીયત ફીના બદલે અનેક ગણી વધારે રકમ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં શાળાના આચાર્ય, સંચાલક અને શિક્ષક કમ ક્લાર્ક એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યા છે.

પાંથાવાડાની શાળાએ અનેક ગણી ફી વસૂલતા આચાર્ય, સંચાલક અને શિક્ષકને ACBએ છટકું ગોઠવી ઝડપ્યા, જુઓ
ACBએ છટકું ગોઠવી ઝડપ્યા

Follow us on

શિક્ષણને પણ હવે શાળાના સંચાલકો અને શિક્ષકો તથા આચાર્યોએ વેપાર બનાવી દીધાની સ્થિતિ છે. આ દરમિયાન ફી પણ અનેક ગણી વધારે શાળાઓ દ્વારા વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. બનાસકાંઠા એસીબીને આવી જ એક ફરિયાદ મળતા છટકું ગોઠવ્યું હતુ. જેમાં શાળાના આચાર્ય, શાળા સંચાલક અને શિક્ષક કમ કારકૂન પણ છટકામાં ઝડપાઈ આવ્યા છે.

એસીબીએ ત્રણેયને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. એસીબીને વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળવાને લઈ દાંતિવાડાના પાંથાવાડાની તીરુપતિ બાલાજી શાળામાં જ છટકું ગોઠવ્યું હતુ. જ્યાં એસીબીએ શાળાના આચાર્ય સહિત ત્રણેયને ઝડપી લીધા હતા.

380 સામે 20 હજાર ફી માંગી

શાળાઓ દ્વારા નીયત કરવામાં આવેલી ફી કરતા વધારે ફીની રકમ માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જૂન માસ શરુ થયો હોઈ હાલમાં એડમિશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાઓમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરતા હોય છે. આ માટે એડમિશન મેળવવા માટે પ્રયાસો કરતા હોય છે. આવી જ રીતે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલ પાંથાવાડાની શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ) દ્વારા વાલી પાસે એડમિશન માટે અનેક ગણી વધારી ફી માંગી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ફરિયાદીના પુત્રને ધોરણ 11માં સાયન્સ વિભાગમાં એડમિશન મેળવવું હતુ. આ માટે તેઓએ શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળામાં પ્રવેશ મેળવવા માટેની અરજી કરી હતી. જ્યાં સરકારના ધારાધોરણ મુજબ નિયત કરવામાં આવેલ ફી રુપિયા 380 નક્કી હોવા છતાં વાલી પાસે 20,000 રુપિયાની માંગ કરી હતી. જેને સત્ર મુજબ 10-10 હજારના હિસ્સામાં ચૂકવવા માટે જણાવેલ.

10,000 સ્વીકારતા જ ઝડપાઈ ગયા

એસીબીએ આ માટે છટકું ગોઠવ્યું હતુ. જ્યાં શાળાના આચાર્ય મનોજ કાંન્તીલાલ પટેલે જે રકમને શાળાના શિક્ષક કમ ક્લાર્ક અર્જૂન મશરુભાઈ સોલંકીને આપવા જણાવેલ. જે રકમને છટકા દરમિયાન જ અર્જૂન સોલંકીએ સ્વિકારતા જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. સાથે જ શાળાના સંચાલક અરવિંદ ગીરધરલાલ શ્રીમાળી અને આચાર્ય મનોજ પટેલને પણ ઝડપી લીધો હતો.

આમ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ફી કરતા પણ વધારે ફી વસૂલવાને લઈ એસીબીએ કાર્યવાહી હાથ ધરીને દાખલા રુપ કાર્યવાહી કરી દર્શાવવી હતી. ઉત્તર ગુજરાતમાં આવી અનેક શાળા અને કોલેજ દ્વારા હજારો અને લાખો રુપિયા ફીની વસૂલાત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આ પ્રકારની કાર્યવાહી હવે અન્ય વાલીઓ માટે ઉદાહરણ રુપ બની રહેશે.

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article