ગુજરાતના ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ, એક નહીં અનેક જિલ્લાઓમાંથી પગાર ખાતા પણ ફરજ ન બજાવતા શિક્ષકોનો થયો ખુલાસો, જુઓ Video
ગુજરાતના ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ થયો છે. શાળામાં શિક્ષક તરીકે નામ બોલતુ હોવા છતા ફરજ પર હાજર ન રહેતા શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે. બનાસકાંઠા બાદ મહેસાણા, ખેડા સહિતના જિલ્લાઓમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.
ગુજરાતની શાળાઓમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. શાળામાં શિક્ષક તરીકે નામ બોલતુ હોવા છતા ફરજ પર હાજર ન રહેતા શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે. બનાસકાંઠા બાદ મહેસાણા, ખેડા સહિતના જિલ્લાઓમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામાં નામ બોલાતી મહિલા શિક્ષિકા છેલ્લા કેટલાય સમયથી શાળામાં આવતા નથી. જેઓ વિદેશમાં સ્થાયી થયા હોવા છતા પણ શાળામાં રાજીનામું આપ્યુ નથી. તેમજ બનાસકાંઠાના વાવ તાલુકામાં પણ ઉચપા શાળાના મહિલા શિક્ષક દર્શન પટેલ રાજીનામું આપ્યા વગર જ કેનેડા જતા રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. કેનેડા સ્થાયી થયાના 2 વર્ષ થયા છતા પણ સરકારી પગાર પચાવતા હોવાનું સામે આવ્યુ છે.
મહેસાણામાં 10 શિક્ષકો તો વાવમાં એક શિક્ષક લાંબા સમયથી ગેરહાજર, રાજ્યમા કેટલા ભૂતિયા શિક્ષક? | TV9Gujarati#mehsana #teacher #absentteacher #gujarat #tv9gujarati pic.twitter.com/TntTGjGgbX
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2024
મહેસાણામાં 10 શિક્ષકો સતત ગેરહાજર
બીજી તરફ મહેસાણા જિલ્લાના 10 શિક્ષકો સતત ગેરહાજર રહેવા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં કડી, જોટાણા, વિજાપુર, વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યુ છે. કોઈક શિક્ષક વર્ષ 2017 થી તો કોઈક છેલ્લા કેટલાક મહિનાથી ગેર હાજર છે. કેટલાક શિક્ષકો શારીરિક અશક્ત તો કેટલાક વિદેશ જતા રહ્યા હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે. કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે. ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરી નવા શિક્ષકો મુકવાની માગ કરી છે.
બનાસકાંઠા: વધુ 1 ગુલ્લીબાજ શિક્ષક, વાવની પ્રાથમિક શાળાના શિક્ષક 2 વર્ષથી ગાયબ, કેનેડા સ્થાયી હોવાનો ઘટસ્ફોટ | TV9Gujarati#banaskantha #teacher #vav #teachermissing #canada #teacherabsent #gujarat #tv9gujarati pic.twitter.com/COB8IEY1Jl
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2024
ખેડામાં પણ ગેરહાજર રહેતા શિક્ષકોનો થયો પર્દાફાશ
આ તરફ ખેડા જિલ્લામાંથી પણ ગેરહાજર રહેતા શિક્ષકની વિગતો બહાર આવી છે. ખેડાના નડિયાદની હાથજ પ્રાથમિક શાળાની શિક્ષિકા એક વર્ષથી ગેરહાજર રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. હાથજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિક સોનલ પરમાર 1 સપ્ટેમ્બર 2023 ગેર હાજર હોવાનું સામે આવ્યુ છે. શિક્ષણાધિકારી મંજૂરી લીધા વિના જ શિક્ષિકા વિદેશ જતા રહ્યા હતા. પ્રાથમિક શિક્ષણ વિભાગે નોટિસ આપ્યા છતાં જવાબ આપ્યો નથી. જો શાળાઓમાં શિક્ષક આ રીતે જ ફરજ બજાવશે તો વિદ્યાર્થીઓને ભણતર પર અસર થાય છે.