AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યાત્રાધામ બહુચરાજીમાં મંદિરની લગોલગ આવેલા બાંધલિયા તળાવની જુઓ દુર્દશા, નવિનીકરણ માટે ત્રણ-ત્રણ ગ્રાંટ ફાળવાઈ છતા ગંદકીના ગંજ

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાજીના મંદિરને અડીને આવેલુ ઐતિહાસિક બાંધલિયા તળાવ હાલ દુર્દશાની ભેટ ચડી ગયુ છે. તળાવમાં અસહ્ય ગંદકીના ગંજ ખડકાયા છે. આટલુ ઓછુ હોય તેમ સમગ્ર તળાવ જળકુંભીથી ઢંકાઈ ગયુ છે. હાલ બહુચરાજીની વિરાસત સમાન આ તળાવના નવિનીકરણ, સફાઈ અને વિકાસ કરવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે.

યાત્રાધામ બહુચરાજીમાં મંદિરની લગોલગ આવેલા બાંધલિયા તળાવની જુઓ દુર્દશા, નવિનીકરણ માટે ત્રણ-ત્રણ ગ્રાંટ ફાળવાઈ છતા ગંદકીના ગંજ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2026 | 4:54 PM
Share

મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં આવેલુ બાંઘલિયા તળાવ હાલ અત્યંત ગંદકીથી ખદબદી રહ્યુ છે. મંદિરની લગોલગ અડીને આવેલા આ તળાવમાં બસ સ્ટેન્ડના શૌચાલયના અને ગટરોના ગંદા પાણી ઠલવાઈ રહ્યા છે. જેના કારણે તળાવમાંથી અસહ્ય માથુ ફાડી નાખતી દુર્ગંધ આવી રહી છે. બીજી તરફ નિયમિક સાફસફાઈના અભાવે તળાવ હાલ જળકુંભી નામની વનસ્પતિથી આખેઆખુ ઢંકાઈ ગયુ છે. એવુ નથી કે આ તળાવી સાફ સફાઈ માટે કોઈ સરકાર ગ્રાન્ટ નથી આવતી. તળાવના બ્યુટિફિકેશન માટે ત્રણ ત્રણવાર સરકારી ગ્રાંટ ફાળવવા છતા સ્થાનિક તંત્ર દ્વારા તળાવના નવિનીકરણના વિકાસના કોઈ જ કામો કરાયા નથી. વિકાસ તો છોડો તળાવની જે નિયમિત સાફસફાઈ થવી જોઈએ તે પણ થઈ રહી નથી.

ગાયકવાડ સ્ટેટ દ્વારા બંધાયેલુ તળાવ દુર્દશાની ભેટ ચડ્યુ

સ્થાનિક સત્તાધિશોની તળાવ પ્રત્યેની ઉપેક્ષાને પરિણામે ઐતિહાસિક ધરોહર ગણાતુ આ બાંધલિયા તળાવની બાંધણી સંપૂર્ણપણે વિખાઈ રહી છે. તળાવ દુર્દશાની ભેટ ચડી રહ્યુ છે. જો આમ ને આમ લાંબો વખત ચાલશે તો એવુ કહેવુ પડશે કે એક સમયે અહીં ઐતિહાસિક તળાવ હતુ. આ ઐતિહાસિક વિરાસત નું અસ્તિત્વ ભૂંસાઈ ન જાય અને તે ભૂતકાળ ન બની જાય તે પણ તેની જાળવણી જરૂરી છે.

તળાવમાં વરસાદી પાણીના બદલે ઠલવાઈ રહ્યા છે શૌચાલય અને ગટરના પાણી

સ્થાનિકો પણ હાલ તળાવનું સત્વરે નવિનીકરણ કરી વિકાસ કરવાની માગ કરી રહ્યા છે. બહુચરાજી માતાજીના મંદિરે લાખો દર્શનાર્થીઓ આવતા હોય છે. એવા સમયે રાજાશાહી સમયવું આ ઐતિહાસિક તળાવ તેની મૂળ ઓળખ ગુમાવી રહ્યુ છે. ગાયકવાડના સમયનું આ તળાવમાં વરસાદી પાણીને બદલે ગટરો અને શૌચાલયોનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યુ છે જેના કારણે પણ ભયાનક રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને કારણે તળાવના નવીનીકરણ માટે ફાળવાયેલી સરકારી ગ્રાંટ પણ પરત જતી રહી છે.

બાંધલિયા તળાવને આકર્ષક રીતે વિકસાવવાની તંત્રની યોજના અદ્ધતાલ

તંત્રની બેદરકારીને કારણે વિશ્વવિખ્યાત ઐતિહાસિક તળાવની દુર્દશા થઈ છે અને આ વાતનો સ્વીકાર તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશ મકવાણા પણ કરી રહ્યા છે. હાલ રહી-રહીને પણ તંત્રની આંખ ઉઘડી હોય તેમ લાગી રહ્યુ છે અને મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા આગળનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મંદિરના વહીવટદાર સંજય ઠાકોરના જણાવ્યા મુજબ, આગામી ફેઝ-2 પ્રોજેક્ટ હેઠળ મંદિરની આસપાસના 500 મીટરના સમગ્ર પરિસરનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. જેમાં દૂર-દૂરથી આવતા યાત્રિકો માટે યાત્રિક ભવન, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને મંદિરની બાજુમાં આવેલા બાંધલિયા તળાવને આકર્ષક રીતે વિકસાવી ત્યાં વોક-વે સહિતની આધુનિક સગવડો ઊભી કરવામાં આવશે.

એક તરફ યાત્રાધામ બહુચરાજીમાં સ્વચ્છતાના મોટા બોર્ડ લાગેલા છે અને બીજી તરફ મંદિરનું કરોડોના ખર્ચે નવનિર્માણ થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ મંદિરના પ્રવેશદ્વાર પાસે જ આવેલું આ ઐતિહાસિક તળાવ તંત્રની બેદરકારીની પોલ ખોલી રહ્યું છે બહુચરાજી નગરપાલિકા બન્યા છતાં વર્ષો જૂની આ ગંદકીની સમસ્યા ઉકેલાઈ નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે કાગળ પર રહેલી યોજનાઓ ક્યારે જમીન પર ઉતરે છે અને ક્યારે આ બાંધલિયા તળાવને ક્યારે સ્વચ્છ કરી તેને નવિનીકરણના વાઘા ચડાવવામાં આવે છે.

Input Credit- Manish Mistri- Mehsana

Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત

Follow Us
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
g clip-path="url(#clip0_868_265)">